Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

રેસકોર્ષ મેદાનમાં 'વેકેશન કાર્નીવલ'

થીમ્સ એન્ડ ડ્રીમ્સ ઇવેન્ટઃ રૂ.પ૦માં પ રાઇડનો આનંદઃ એફીલ ટાવરનો અદભુત નજારોઃ ૧૯મી સુધી ખૂલ્લો રહેશે

રાજકોટ, તા.૯: દર વર્ષની જેમ આ વર્ષે પણ રેસકોર્ષ મેદાન ખાતે થીમ્સ એન્ડ ડ્રીમ્ઝ ઇવેન્ટ આયોજિત વેકેશન કાર્નિવલ મેળાનું ભવ્ય આયોજન થયું છે.

ગત ૨૭ એપ્રિલથી વેકેશન કાર્નિવલ મેળાનો પુર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન નીતિનભાઇ ભારદ્વાજ તથા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીના હસ્તે પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સુરેન્દ્રસિંહ વાળા અને ચંદુભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ૧૦ દિવસ દરમિયાન વિશાળ સંખ્યામાં લોકોએ વેકેશન કાર્નિવલ મેળાની મુલાકાત લીધી હતી અને હજુ આગામી ૧૯મે સુધી નાના બાળકોથી લઇ મોટેરાઓ મેળાનો આનંદ માણી શકશે.

રૂ.પ૦માં પ રાઇડની મજા માણી શકાશે. ખાસ તો વિશાળ એલ.ઇ.ડી.ગેટ તેમજ એફિલટાવર અદભુત નજારો જોવા મળશે.

આ વખતે અવનવી રાઇડ સાથે લોકો અનેરો આનંદ માણી શકશે. તદુપરાંત ફેરમાં બધા જ પ્રકારના આધુનિક સેગમેન્ટના સ્ટોલને આવરી લેવાયા છે. જયાં અત્યાધુનિક વસ્તુઓનું પ્રદર્શન તેમજ સૌરાષ્ટ્રની નામાંકિત કંપનીઓ પણ આવી છે.

વેકેશન કાર્નિવલ ફેરની મુલાકાત બપોરે ૪ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી લઇ શકાશે. આ ફેરમાં એફ એમ સી જી, ગિફટ આર્ટિકલ, ઘર વપરાશની વસ્તુઓ, હેલ્થ, ફિટનેસ, મોબાઇલ એસેસરીઝ, ફુડ સ્ટોલ તેમજ તમામ પ્રકારના ખાણી-પીણીના અને અન્ય બીજી અનેક પ્રકારની વસ્તુઓના સ્ટોલ ઉપલબ્ધ છે.

મેળાની અન્ય વિશેષતામાં સાંસ્કૃતિક પ્રોગ્રામ તેમજ ડાન્સ સ્પર્ધા દરરોજ યોજવામાં આવે છે અને સેલ્ફીઝોન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે તેમજ પારિવારિક વાતાવરણ વચ્ચે સમગ્ર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રંગીલા રાજકોટની જનતાને મેળામાં પધારવા કૃષ્ણસિંહ જાડેજા, હિતેશભાઇ દોશી, યશપાલસિંહ જાડેજા, અને સાગર ઠકકરએ ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું છે.

(3:38 pm IST)