Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

જળસંચય અભિયાન

આજીમાંથી ગાંડી વેલ દુર અને લાલપરી-રાંદરડાની ઉંડાઇ વધારાઇ

રાજકોટ,તા.૧૦:  રાજય સરકારદ્વારા તા.૧-મે એ ગુજરાત સ્થાપના દિનથી સમગ્ર ગુજરાતમા જળાશયો-તળાવો ઉંડા ઉતારવા જળસંચયઅભિયાન હાથ ધરવામાં આવેલ છે તે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧થી લાલપરી-રાંદરડા તળાવ ઉંડા ઉતારવા ઉપરાંત આજી નદી શુદ્ઘિકરણ અને વોંકળા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. તાજેતરમાં મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના  હસ્તે રૈયામાં સ્માર્ટ સિટી એરિયામાં સ્થિત રેસકોર્ષ-૨ ખાતે તળાવો ઉંડા કરવા માટેના ભગીરથ કાર્યનો પ્રારંભ કરવામાં આવેલ હતો. જે અનવેય આજે અધિકારીઅદ-પદાધિકારીઓ દ્વારા કામગીરીનું નીરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.

આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ રૈયામાં સ્માર્ટ સિટી એરિયામાં સ્થિત રેસકોર્ષ-૨ ખાતે તળાવની મુલાકાત લીધી હતી. જયારે ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, દંડક રાજુભાઈ અદ્યેરા, વોટર વર્કસ સમિતિના ચેરમેન દલસુખભાઈ જાગાણી, આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન સમિતિ ચેરમેન  આશિષભાઈ વાગડિયા, બાંધકામ સમિતિના ચેરમેન મુકેશભાઈ રાદડિયા, કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, અગ્રણી  અરવિંદભાઈ ભેંસાણીયા, મનસુખભાઈ જાદવ વગેરેએ આજી નદી અને રાંદરડા તળાવની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી. આ મુલાકાતો સમયે સિટી એન્જિનિયર ચિરાગભાઈ પંડ્યા, એડી. સિટી એન્જિનિયર એચ. યુ. દોઢિયા, ડી.ઈ.ઈ. એમ.આર.શ્રીવાસ્તવ અને  એસ.બી. છૈયા, તેમજ નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, બાયોલોજીસ્ટ  વૈશાલીબેન રાઠોડ વગેરે હાજર રહયા હતાં.

આ અભિયાન અંતર્ગત રૈયા સ્માર્ટ સિટી લેઈકમાંથી કુલ ૫૯ જેસીબી, ૧ હિટાચી, ૭૮ ટ્રેકટર અને ૧૯ ડમ્પરની મદદ સાથે માટી/કાંપ કાઢવામાં આવી રહયો છે. જયારે લાલપરી-રાંદરડા તળાવ ખાતે ૭ જેસીબી, ૩૦ ટ્રેકટર અને ૪ ડમ્પરની સહાયતાથી માટી કાઢવામાં આવી રહી છે, અને આજી નદીમાં ૭ જેસીબી અને ૨ હિટાચી અને ૩ ડમ્પરની મદદથી સદ્યન સફાઈ અને અન્ય કામગીરી કરવામાં આવી રહી છે. આમ એકંદરે જોઈએ તો ૭૩ જેસીબી. ૧૦૮ ટ્રેકટર, ૨૬ ડમ્પર અને ૩ હિટાચી સહિતના વાહનો દ્વારા કામગીરી થઇ રહી છે. અત્યાર સુધીમાં થયેલ કામોનું નાણાંકીય મૂલ્ય આશરે રૂ.૫૫ લાખ જેવું થઇ રહયું છે. જયારે આ સાઈટ્સ ખાતેથી કુલ ૬૩,૪૯૦ દ્યન મીટરથી વધુ કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. દરમ્યાન આજી નદીમાં ખાડામાં ભરતી નાખી, ખાડા બુરી નાખવામાં આવેલ છે. તેમજ રામનાથપરા મંદિરથી ઇન્દીરા બ્રિજ સુધી કેનાલ બનાવી પાણી ડાઈવર્ટ કરવાનું કાર્ય થયેલ છે. આ ઉપરાંત નદીમાંથી વેલ કાઢવાની કામગીરી ચાલી રહી છે. જયારે દવા છટકાવની કામગીરીની સાથોસાથ ભરતી પણ ઉપાડેલ છે.

ઉપરોકત ત્રણેય સાઈટ્સ ખાતે અત્યારે યુદ્ઘના ધોરણે કામગીરી થઇ રહી છે, અને સાઈટ વિઝિટ દરમ્યાન કમિશનરશ્રી અને પદાધિકારીશ્રીઓએ કામની સમીક્ષા કરી સંબંધિત અધિકારીશ્રીઓને આવશ્યક સૂચના પણ આપી હતી.

(4:37 pm IST)