Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

પી.એ.ટુ મેયર કનુભાઇ હિંડોચાના પુત્ર ચિ.મિત્રસેનના લગ્ન ધામધુમથી સંપન્નઃ સત્કાર સમારોહમાં વિજયભાઇ રૂપાણી અને અંજલીબેને નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા

રાજકોટ : મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી સેક્રેટરી અને પી.એ.ટુ મેયર કનૈયાલાલ હિંડોચા તથા અરૂણાબેન  હિંડોચાના પુત્ર ચિ. મિત્રસેન તથા જયશ્રીબેન તથા નવીનચંદ્ર ખખ્ખરની પુત્રી ચિ. રીંકલના શુભલગ્ન તા.૦૪ મેના રોજ ઉપલેટા ખાતે ધામધુમથી યોજાયેલ હતા. તેમજ નવદંપતિનો સત્કાર સમારંભ તા.૦૫ના રોજ રાજકોટ ખાતે યોજાયો હતો. આ અવસરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા શ્રીમતી અંજલીબેન રૂપાણી ખાસ ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ પાઠવેલ.શહેરના મેયર ડો.જૈમન ઉપાધ્યાય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, પુર્વ સાંસદ હરિભાઈ પટેલ, પુર્વ મેયર મંજુલાબેન પટેલ, અશોકભાઈ ડાંગર, જનકભાઈ કોટક, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ, મનીષભાઈ રાડીયા, જયમીનભાઇ ઠાકર, દલસુખભાઈ જાગાણી, અશ્વિનભાઈ મોલીયા, બીનાબેન આચાર્ય, રૂપાબેન શીલુ, જાગૃતિબેન દ્યાડિયા, જયોત્સનાબેન ટીલાળા, જયાબેન ડાંગર, અશ્વિનભાઈ ભોરણીયા, પુર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ પાંભર, લોહાણા મહાપરિષદના  મિતલ ખેતાણી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર  સેનાના યોગેશ પુજારા, પરેશ શીંગાળા, રદ્યુવંશી પરિવારના શિલ્પાબેન પુજારા, મેહુલ નથવાણી, રાજુ  પોપટ, હિંડોચા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના ભુપતભાઈ હિંડોચા, દિનેશ હિંડોચા, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાય તેમજ કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ તથા કોર્પોરેટરો, કર્મચારીઓ, પ્રેસ પ્રતિનિધિઓ, અનેક શુભેચ્છકો, મિત્રોએ ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા.

(4:36 pm IST)