Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

દારૂ-બિયરના પોણા ત્રણ લાખના જથ્થા સાથેનું આયશર ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચઃ રાજકોટનો રહીમ શેખ ઝડપાયો

રાજકોટઃ ક્રાઇમ બ્રાન્ચની ટુકડીને મળેલી બાતમીના આધારે ઢેબર રોડ સાઉથ, માં અંબા ખોડીયાર મંદિર પાસે, ધારેશ્વર સોસાયટીમાંથી પસાર થઇ રહેલી આયશરને આંતરીને બેક પાઇપર ડીલકસ વ્હીસ્કીની ર૭૬ બોટલ (કિંમત ૧.૧૦ લાખ), ઓફીસર ચોઇસ વ્હીસ્કીની ૭ર બોટલ (કિંમત ર૮,૮૦૦), હેવર્ડ ફાઇવ થાઉઝન્ટ બીયરની ૧૩૬૮ ટીન મળી ર,૭૬ હજારનો દારૂ ઝડપી લેવાયો હતો. પોલીસે રહીમ સુલેમાન શેખ (રહે. રૈયા રોડ, બ્રહ્મસમાજ ચોક, શિવપરા-૮)ને ઝડપી લીધો છે જયારે યાકુલ મુસા મોટાણી અને જાવેદની શોધખોળ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.એમ.ગઢવી, પીએસઆઇ આર.સી.કાનમીયા, ક્રાઇમ બ્રાન્ચના પોલીસમેન જગમાલભાઇ ખટાણા, મયુર પટેલ, જયસુખભાઇ હુંબલ અને સંજયભાઇ રૂપાપરા સહીતના સ્ટાફે આ કામગીરી કરી હતી.

(4:22 pm IST)