Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

રવિવારે ૫૧ બટુકોની સમુહ જનોઇનો ઇતિહાસ રચાશે : સંતો-મહંતો આશીર્વચન પાઠવશે

કાશીયાત્રાએ જતાં બટુકોને વિવિધ ભેટો અપાશે : બટુકોનું ઢોલનગારાથી સ્વાગત : ભુદેવોના ઇતિહાસવાળા પુસ્તકનું વિમોચન : બ્રાહ્મણ સેવા સંગઠનનું આયોજન

રાજકોટ, તા. ૧૦ : અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠનના જે. ડી. ઉપાધ્યાય, એડવોકેટ જયેશ જાની, માધવીબેન ઉપાધ્યાય, નિલેશ ઠાકર, વિમલ ત્રિવેદીએ યાદીમાં જણાવેલ છે કે આગામી તા. ૧૩ ના રવિવારે શેઠ હાઈસ્કુલ (૮૦ ફૂટ રોડ, ભકિતનગર સર્કલ પાસે) ૫૧ બ્રહ્મપરિવારોના ૫૧ બટુકોની સમુહ યજ્ઞોપવિતનું આયોજન સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું છે.

સમુહયજ્ઞોપવિતની શરૂઆતમાં તમામ બટુકોનું ઢોલનગારા શરણાઇના વાદન સાથે સ્વાગત કરવામાં આવશે. રાજકોટ અને સોરાષ્ટ્રમાં ૫૧ સમુહ જનોઇનો ઇતિહાસ રચાશે તેમ સંસ્થાના આગેવાનોએ જણાવેલ. ઘણા લાંબા સમય બાદ આટલી મોટી સંખ્યામાં બટુકોની સમુહજનોઇનું આયોજન કરવામાં આવેલ છે. આ સમુહજનોઇમાં બટુકોને શૈક્ષણિક કીટ, કાંડાઘડીયાલ, વોલ કલોક, પેન્ટ શર્ટ જોડી, કાશીયાત્રાએ જતાં બટુકોને ભાતાનો ડબરો, વોટર બેગ સહિતની જુદી-જુદી ભેટો આપવામાં આવશે.

આ પ્રસંગે બ્રહ્મઇતિહાસ અને બટુકોને પ્રેરણા મળે તે મુજબની વિગતો લેખો સહીતના પુસ્તક કે જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રીય અગ્રણી હસુભાઇ દવે, શિક્ષણશાસ્ત્રી ગીજુભાઇ ભરાડના શુભેચ્છા સંદેશા સાથે પુસ્તક પ્રકાશીત થશે.

રવિવારે સમુહ યજ્ઞોપવિતને સવારે ૯ કલાકે દિપપ્રાગટય આર્ષ વિદ્યામંદિર-મુંજકાના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, બાપ્સ રાજકોટના પૂ. અપૂર્વમુનિદાસ સ્વામી, પૂ. કોઠારી સ્વામી, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, જનાર્દનભાઇ આચાર્ય, ડોલરભાઇ શાસ્ત્રી-પડધરીના હસ્તે કરવામાં આવશે.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણી, મારૂતિ કુરીયરવાળા રામભાઇ મોકરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખીયા, તાલુકા પંચાયતના પ્રમુખ ઘોઘુભા જાડેજા, આશાબેન પંડયા, લીનાબેન શુકલ, પ્રા. જયોતિબેન રાજયગુરૂ, ડો. અલ્પનાબેન (હેલીબેન) ત્રિવેદી, ડી. વાય. એસ. પી. બન્નાબેન જોષી, તૃપ્તીબેન ગજેરા, આરતીબેન ઓઝા, શીતલબેન ત્રિવેદી, પંકજભાઇ ભટ્ટ (ચેરમેન, સંગીત એકેડેમી), કશ્યપભાઇ શુકલ, ડે. કલેકટર પ્રજ્ઞેશભાઇ જાની, જોઇન્ટ પોલીસ કમિશ્નર ડી. એસ. ભટ્ટ, ડે. ચેરીટી કમિશ્નર ચિરાગભાઇ જોષી, ખીમભાઇ ટીડાભાઇ, જયમીનભાઇ ઠાકર, દર્શીતભાઇ જાની વિ. હાજરી આપશે.આયોજનને સફળ બનાવવા કમીટીના સભ્યો સર્વેશ્રી પરાગ મહેતા, શાસ્ત્રી જયભાઇ ત્રિવેદી, શાસ્ત્રી પ્રવિણભાઇ ભટ્ટ, દિનેશ ત્રિવેદી, જીતેન્દ્ર ભટ્ટ, પરેશ ઠાકર, મુકુંદરાય જાની, કેતન ત્રિવેદી, લલીત ઉપાધ્યાય, સતીષ જોષી, જયંતિ ત્રિવેદી, ભરત જોષી, અનિલ ત્રિવેદી, દેવાંગ ભટ્ટ, ડો. પુલકીત બક્ષી, જીતેન્દ્ર વ્યાસ, વિનુભાઇ વ્યાસ, પ્રદ્યુમન સાતા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કાર્યક્રમમાં થેલેસેમીયા સામેની જાગૃતિ માટે આયોજન સ્થળ ઉપર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા તેનું સાહિત્ય માહિતી આપતો સ્ટોલ, ઇન્ડિયન લાયસન્સ, ઇન્ડિયન લાયોનેસ જેવી સંસ્થાઓના પણ સ્ટોલ રાખવામાં આવ્યા છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:21 pm IST)