Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

માધાપર અને આસપાસની ૫૫ સોસાયટીમાં પીવાના પાણીની વિકટ સ્થિતિઃ ૪૦ હજારની વસતિઃ માત્ર ૧૭ ફેરા

કલેકટરને પાઠવાતું આવેદન : ૫૫ સોસાયટીના નામ અપાયાઃ ટીમો મોકલી ખાત્રી કરોઙ્ગ : ટેન્કરના ૧૭ ફેરાથી પૂરતુ ૧૦ લીટર પણ પાણી મળતુ નથી : વધુ ૫૦ ફેરા આપવા માંગણી

રાજકોટ તા ૧૦ :  માધાપર ગ્રામ પંચાયતના સરપંચ અને  આગેવાનોએ કલેકટરને વિસ્તૃત આવેદન પત્ર પાઠવી પીવાના પાણીની મુશ્કેલી અંગે રજુઆત કરી હતી.

આવેદનમાં ઉમેરાયુ હતુ ે કે, અમારા ગામમાં ઉનાળાના કારણે પાણીની અતિ ભયંકર મુશ્કેલી ઉભી થયેલ છે. પરિસ્થિતી નિવારવા માટે પાણીના ટેન્કર ફેરા સિવાય કોઇ ઉકેલ નથી માધાપર પાણીના ટેન્કર ફેરા ૧૭ મંજુર થયેલ છે. માધાપર ગામની વસ્તી ૩૫૦૦ થી ૪૦૦૦૦ જેટલી છે જે વસ્તીના પ્રમાણે ફેરા ઓછા છે.એક વ્યકિત દીઠ ૨૦ (વીસ) લીટર આપવામાં આવે તો ૭,૦૦,૦૦૦ (સાત લાખ) લીટર પાણી જરૂરીયાત પડે જેથી ટન્કર ફેરા ૭૦ ની જરૂરીયાત છે જેની સામે ૧૭ ફેરા મંજુર થયેલ છે જેથી પાણી પ્રશ્ન ઉકેલ કરવો હોય તો ૫૩ ટૈન્કર ફેરા મંજુર કરવાની જરૂરીયાત છે. તેમજ માધાપર ગામ અને તેની આસપાસ ૫૫ જેટલી સોસાયટી આવેલ છે ત્યાંના લોકોની સ્થિતી પાણી વગર ભારે ખરાબ છે. આથી ટીમો મોકલી ખાત્રી કરાવી તાકીદે પાણીના ટેન્કરના ફેરા મંજુર કરવા માંગણી કરાઇ હતી.

(4:20 pm IST)