Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

અકસ્માતમાં ઇજાગ્રસ્તોને હોસ્પીટલોમાં નિઃશુલ્ક સારવારનો નિર્ણય રાજય સરકારને અભિનંદન

પ્રથમ ૪૮ કલાકની સારવાર પેટે દર્દી પાસેથી કોઇ નાણા નહિ : સારવારનો તમામ ખર્ચ જે-તે હોસ્પીટલને સીધો સરકાર દ્વારા ચુકવાશેઃ ભંડેરી- ભારદ્વાજ-માંકડ-મિરાણી-કોઠારી- રાઠોડ

 રાજકોટઃ તા.૧૦, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી,  પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, મહામંત્રી દેવાંગભાઇ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડની અખબારી યાદીમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારે નિર્ણય કર્યો છે કે રોડ અકસ્માત પછી ઘવાયેલા લોકોને પ્રથમ ૪૮ કલાક દરમિયાન ૫૦ હજાર સુધીની તાત્કાલીક સારવાર વિનામુલ્યે અપાશે. જેમા ગુજરાત ઉપરાંત અન્ય રાજયોના કે અન્ય દેશના કોઇપણ અકસ્માત થશે તો તેવા લોકોને પણ તમામ સરકારી કે ખાનગી હોસ્પીટલમાં મફત સારવાર પુરી પડાશે. ૫૦ હજાર સુધીના ખર્ચ માટે કોઇપણ જાતની આવક મર્યાદાને ધ્યાનમાં લેવાશે નહિ અકસ્માતના પ્રથમ કલાકમાં ઇજાગ્રસ્તને તાત્કાલીક સારવાર મળી રહેતો ૫૦ ટકા દર્દીઓનું જીવન બચાવી શકાય છે. ત્યારે  રાજય સરકારને આ માનવ જીદગી માટે અમુલ્ય એવો સંવેદનશીલ નિર્ણય લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

 રાજય સરકારના નિર્ણયથી કોઇપણ જાતની આવક મર્યાદાના બાધ વિના ગુજરાત બહારના વિદેશી તમામ નાગરીકોને આ લાભ મળશે ત્યારે ખાનગી હોસ્પીટલોએ સારવારના નાણા દર્દી પાસેથી લેવાના બદલે જિલ્લાના મુખ્ય તબીબી અધિકારી / અધિક્ષક ને બીલ રજુ કરવાનું રહેશે ત્યારે ડ્રેસીગ, સ્ટેબીલાઇઝેશન,  ફ્રેકચર, શોકની પરિસ્થિતિની સારવાર, એકસરે, સીટી સ્કેન, એમ.આર.આઇ., અલ્ટ્રા  સાઉન્ડ, બ્લડ ટ્રાન્સ્ફયુઝા, ઓપરેશન, આઇસીયું સહિતની સારવારનો તમામ ખર્ચ રાજય સરકાર ભોગવશે, તેમ અમુલ્ય ધનસુખભાઇ ભંડેરી, નિતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી, દેવાંગભાઇ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડઅંતમાં જણાવ્યું છે.

(4:18 pm IST)