Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

બચપન પ્લે સ્કૂલને ગુજરાતની બેસ્ટ પ્રેપ સ્કૂલનો એવોર્ડ

રાજકોટઃ અહિંના રાષ્ટ્રિય શાળામાં આવેલ બચપન અ પ્લે સ્કૂલને દિલ્હીમાં મેસ્ટ્રો એવોર્ડ ૨૦૧૮માં ગુજરાતની ૨૦૧૭ના વર્ષની બેસ્ટ પ્રેપ સ્કૂલનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. બચપન અ પ્લે સ્કૂલના ઈન્ફાસ્ટ્રકચર, ચાઈલ્ડ કેર, ચાઈલ્ડ ડેવલપમેન્ટ સાથે બેસ્ટ એજયુકેશનને ધ્યાનમાં લઈને આ એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો. સમગ્ર ભારતની કુલ ૧૧૦૦ પ્રેપસ્કૂલ માંથી આ પ્રેપ સ્કૂલની પસંદગી કરવામાં આવી હતી. આ એવોર્ડ સમારંભના મુખ્ય અતિથી વિશેષ નેશનલ એવોર્ડ વિજેતા દિવ્યા દત્તા દ્વારા એનાયત કરવામાં આવેલ હતો. રાષ્ટ્રિયશાળા સ્થિત બચપન અ પ્લે સ્કૂલ તથા એ.એચ. પી.એસ.  સ્કૂલના સંચાલનમાં  અર્ચના રાઠોડ, સીમા ભટ્ટી તથા રૂપા વોરાનો મુખ્ય ફાળો રહેલ છે.

(4:17 pm IST)