Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

સામાકાંઠા વિસ્તારમાંથી ૧૫૨ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક ઝડપાયુઃ ૨૨ હજારનો દંડ

ઇસ્ટ ઝોનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા પાન, ફુલવાળા સહિતના ધંધાર્થીને ત્યાં ચેકીંગ

રાજકોટ તા. ૧૦ : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તારમાં પાન તથા ફુલના વેપારીને ત્યા ચેકીંગ કરી ૧પર કિલો પ્રતિબંધ પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતો. તંત્ર દ્વારા રપ વેપારીઓ પાસેથી રૂ.રર,ર૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો.

આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની ઇસ્ટઝોનમાં નાયબ પર્યાવરણ ઇજનેર પ્રજ્ઞેશ સોલંકીના જણાવ્યા પ્રમાણે રાજકોટ મહનગરપાલિકા દ્વારા શહેરમાં વપરાતા પાન પ્લાસ્ટીક જપ્ત કરવાની તથા વહિવટી ચાર્જ વસુલવાની સુચના આપવામાં આવેલ જેના અનુસંધાને આજરોજ પૂર્વ ઝોનના પારેવડી ચોક, કુવાડવા રોડ, ન્યુ આશ્રમ રોડ, પડક રોડ તથા સંત કબીર રોડ પર પાન પ્લાસ્ટીક, ઝબલા જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં રપ વેપારીઓ પાસેથી ૧પર કિલો પ્લાસ્ટીક જપ્ત કરી રર,ર૦૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આ કામગીરી કમિશ્નરની સુચના મુજબ પૂર્વ ઝોનના નાયબ કમિશ્નર ચેતન ગણાત્રા માર્ગદર્શન હેઠળ પૂર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી તથા વોર્ડના એસ.આઇ. ડી., એચ.ચાવડા, ડી.કે.સિંઘવ એન. એમ. જાદવ, પ્રફુલ ત્રિવેદી તથા વોર્ડના એસ. એસ.આઇ. પ્રભાત બાલાસરા, એચ.એન. ગોહેલ જીગ્નેશ વોરા તથા પ્રતિક રાણાવસિયા દ્વારા કરવામાં આવેલ હતી.

(4:07 pm IST)