Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

બક્ષી પરિવારની પુત્રી કર્તવીને ધો-૧૨ સાયન્સમાં ૯૮ પી.આર

 રાજકોટઃ ધો-૧૨ સાયન્સ દ્વારા આજરોજ જાહેર થયેલ પરિણામમાં નિરવ પંકજભાઇ બક્ષીની પુત્રી કર્તવીએ ધો-૧૨ સાયન્સમાં ૯૮ પર્સનટાઇલ સાથે ઉર્તીણ થઇ બક્ષીપરિવારનું  ગૌરવ વધારેલ છે. પિતા નિરવ બક્ષી પણ એમ.એસ.સી છે. અને ગીરગઢડામાં તેમજ કનકેશ્વરી મંદીર દેલવાડામાં યથા યોગ્ય યોગદાન જિર્ણોદ્વાર માટે આપેલ. માતુશ્રી અને પિતાશ્રીના પગલે ચાલવવાળી પુત્રીને ઉર્તીણ   થતા ઉના અને બક્ષી પરિવારનું ગૌરવ વધારેલ છે. પિતા ધર્મ પ્રેમી- અને સમાજમાં સૌના પ્રિય છે. ભરૂચ  ખાતે જાણીતા આગેવાનો દ્વારા કર્તવી બક્ષીને શુભેચ્છા પાઠવાઇ રહી છે. શ્રી કર્તવી બક્ષી રાજકોટના જાણીતા રચનાત્મક અને સામાજીક શ્રી દિપેશ બક્ષીની ભત્રીજી થાય છે.

(4:07 pm IST)