Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

જીએસટી સહેલી અને ગ્રામોદય યોજનાનો પ્રારંભ - પ્રમાણપત્રો એનાયત

ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આરસેટી-રાજકોટ દ્વારા જીએસટી સહાયકની તાલીમ મેળવનાર તાલીમાર્થીઓને ગાંધીનગર ખાતે જીએસટી સહેલી તથા મુખ્યમંત્રી ગ્રામોદય યોજના શુભારંભ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે પ્રમાણપત્ર અને લોન મંજુરી પત્ર એનાયત કરાયા હતા. સ્વરોજગાર તાલીમ સંસ્થામાં ૬૦ જેટલી વિવિધ તાલીમ યુવક યુવતીઓએ મેળવી હતી. મોહનભાઇ કુંડારીયા અને મહાનુભાવોના હસ્તે વર્ક ઓર્ડર અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. બાદમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, ગ્રામ વિકાસ અને પશુપાલન મંત્રી આર. સી. ફળદુ, રાજય કક્ષાના ગ્રામ વિકાસ પશુપાલ ગૌ સંવર્ધન ખાતાના મંત્રી બચુભાઇ ખાબડ, ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ એર્જન્સીના પ્રતિનિધિઓની ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત લાયલીહુડ પ્રમોશન કંપની, ગ્રામ વિકાસ વિભાગ, રાજય સરકાર દ્વારા આયોજીત જીએસટી અને મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાના શુભારંભ અવસરે ધોરાજી તાલુકાના બે તાલીમાર્થી ક્રિષ્ના પ્રવિણભાઇ ઠુમ્મર (મોટી પરબડી) અને જીનલ જમનભાઇ વેગડ (ફરેણી) ને મુખ્ય મંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.

(4:05 pm IST)