Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

'ચાલો ઘરે મુકી જાવ'..વૃધ્ધ પ્રેમજીભાઇને રીક્ષામાં બેસાડી ૧.૧૫ લાખની માળા સરકાવી લીધી

રીક્ષામાં બેઠેલી ચાર અજાણી સ્ત્રી સહિત પાંચ સામે ફરીયાદ

રાજકોટ તા. ૧૦: નાના મવા રોડ  દાસી જીવણ પરાના વાળંદ વૃધ્ધને લક્ષ્મીનગર       ચોક પાસેથી રીક્ષા માં બેસાડી તેમા બેઠેલ ચાર અજાણી સ્ત્રી સહિત પાંચ શખ્સોએ રૂ. ૧.૧૫ લાખની માળા સેરવી લેતા ફરીયાદ કરી છે.

મળતી વિગત મુજબ નાના મવા મેઇન રોડ પર દાસી જીવણપરા શેરીનં. ૩માં રહેતા પ્રેમજીભાઇ ડાયાભાઇ પરમાર (ઉ.વ.૮૨) ગત તા.૨૭/૪ ના રોજ પોતાના ઘરેથી નીકળી ઘર પાસે આવેલ રેકડીએ ખમણ લેવા ગયા હતા. તે ખમણ લઇને પરતક આવતા હતા ત્યારે એક રીક્ષા ચાલક તેની પાસે રીક્ષા ઉભી રાખી 'ચાલો ઘરે મુકી જાવ બેસી જાવ' તેમ કહી પોતાને રીક્ષામાં બેસાડી દીધા હતા. રીક્ષામાં અગાઉથી ચાર અજાણી સ્ત્રી અને એક ૧૫ વર્ષનો સગીર બેઠા હતા. બાદ રીક્ષા ચાલકે રીક્ષા બે-ત્રણ શેરીમાં રીક્ષા ફેરવીને દાસી જીવણપરામાં વૃધ્ધને તેના ઘર પાસે ઉતાર્યા હતા. થોડીવાર બાદ ગળામાં પહેરેલ રૂ. ૧.૧૫ લાખની સોનાની માળા ગાયબ જોતા રીક્ષામાં બેઠેલ મહિલા સહિતના શખ્સો માળા ચોરી ગયાની ખબર પડી હતી, બાદ જેતે વખતે તેણ ેફરીયાદ કરવાનું ટાળ્યા બાદ ગઇકાલે વૃધ્ધ પ્રેમજીભાઇ પરમારે માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ જે.એ. ખાચરે તપાસ આદરી છે.

(4:03 pm IST)