Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ભારતમાં દલિતો માટે 'કાયદા' બન્યા ત્રણ - ત્રણ, પણ રક્ષણ કયારે ?

નેશનલ ક્રાઇમ બ્યુરોના રિપોર્ટમાં દર વર્ષે ૪૫૦૦૦ થી વધુ ઉપર અત્યાચારઃ જૂલ્મો ઘટવાને બદલે વધવા લાગતા ચિંતા-ભયનો માહોલ : એક વ્યકિતને ફરિયાદી બનાવીને ૨૩ કરોડ લોકોને આરોપી બનાવી દેવાયાઃ એટ્રોસીટી કાયદાને નબળો કરવા-ચૂકાદાની થનારી ગંભીર અસરો વિશે અમરશીભાઇ મકવાણાએ કેન્દ્રીય ગૃહ સચિવને કરી રજૂઆત

એટ્રોસીટી કાયદાને નબળો પાડવા-ચુકાદાની થનારી ગંભીર અસરો બાબતે પ્રકાશ પાડવા યોજાયેલ પત્રકાર પરિષદમાં વિગતો વર્ણવતા પૂર્વ નગરસેવક-ડી.એમ.કે. ગ્રુપના સંચાલક અમરશીભાઈ મકવાણા (મો. ૯૯૨૪૧ ૬૪૫૭૩) તથા ઉપસ્થિત નરેશભાઈ પરમાર, સુનિલ જાદવ, સુરેશભાઈ બથવાર, દિલીપભાઈ સીંગરખીયા, એન.જી. પરમાર, આર.જી. પરમાર, અશ્વિનભાઈ સોલંકી અને જગદીશભાઈ ભોજાણી સહિતના દર્શાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૦ :.  ભારતમાં એટ્રોસીટી એકટ નબળો કરવા મુદ્દે સુપ્રિમ કોર્ટમાં ચૂકાદો અપાતા જ ઠેક-ઠેકાણે વિરોધ વંટોળ ઉઠયો હતો... જાન-માલને પણ મોટા પાયે નૂકશાન થવા પામ્યુ હતુ ત્યારે દલિતોમાં જ સંભળાઇ રહ્યુ છે કે, અત્યાર સુધીમાં ત્રણ કાયદા તો બન્યા... પણ રક્ષણ કયારે મળશે??

આ બાબતે એટ્રોસીટી કાયદો નબળો કરવા-ચૂકાદાની થનારી ગંભીર અસરો વિશે રાજકોટના પૂર્વ નગરસેવક અમરશીભાઇ મકવાણાએ કેન્દ્ર સરકારના ગૃહ સચિવને લેખિત રજુઆત કરી છે કે સુપ્રિમકોર્ટ ઓફ ઇન્ડીયામાં ક્રિમીનલ અપીલ નં.૪૧૬/૨૦૧૮ના મુળ અરજદાર ભાસ્કર ગાયકવાડની સામે એક દલિત વ્યકિતની ત્રણ ફકરાવાળી એફ.આઇ.આર.માં ઘણા બધા શબ્દોના કારણે ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં એક આરોપીને ફરીયાદી બનાવીને દેશના તમામ ૨૩ કરોડ દલિતોને આરોપી બનાવી દેવાયાએ કયાંનો ન્યાય??

આવો ચૂકાદો કદાચ દુનિયામાં પ્રથમ હશે એવા અણિયારા સવાલ સાથે એમ પણ ઉમેર્યુ છે કે, દેશમાં દલિત સમાજ માટે અત્યાર સુધી ત્રણ કાયદા બન્યા છે... ૧૯૫૫,૧૯૭૬ અને ૧૯૮૯માં બનેલા કાયદાઓથી દલિત સમાજનો બચાવ નથી થયો કોઇ રક્ષણ નથી મળ્યુ. ઉલ્ટાના જુલ્મ-અત્યાચારો વધ્યા છે.

તો નેશનલ ક્રાઇમ બ્યુરોના જણાવ્યા મુજબ દેશમાં સરેરાસ દર વર્ષે ૪૫૦૦૦ થી વધુ દલિતો ઉપર અત્યાચાર થાય છે અત્યાચારોથી પણ ખતરનાક બાબત ન્યાયાલયો દ્વારા અપાતી સજાનો દર જે ૩૯.૬ ટકા હતો તે ઘટીને હાલમાં ૧૬.૩ ટકા થઇ ગયો હોવાનો પણ સીધે-સીધો સણસણતો ગંભીર આક્ષેપ કરી દીધો હતો.

એવી જ રીતે ચુકાદાનો ઉલ્લેખ કરી જણાવ્યું છે કે  ખાસ બંધારણીય જોગવાઇ કલમ ૧૩૧-કમાં કેન્દ્રીય કાયદાની સંવૈધાનિક કાયદેસરતા અંગેના પ્રશ્નો સંબંધમાં ઉચ્ચત્તમ ન્યાયલયની સ્વતંત્ર  હકુમત બંધારણીય (તેતાળીસમાં સુધારો) અશ્વિનીયમ ૧૯૦૦ ની કલમ ૪ (૧) થી રદ કર્યો છે, એટલે કે કેન્દ્રીય કાયદાની જે કાયદાની જોગવાઇઓ છે તે દેશની સર્વોચ્ચ અદાલત કોઇપણ કેન્દ્રીય કાયદામાં ફેરફાર કરવા કે સુધારાઓ કરવા કે નાબુદ કરવાની સત્તા કે અધિકાર રહેતો નથી.

ઉપરાંત ચુકાદો બંધારણ અને લોકશાહી માટે ખતરારૂપ છે ત્યારે આવા પ્રકારના ચુકાદાથી ભારતની સંસદ, રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન જેવા સર્વોચ્ચ હોદ્દાની કિંમત રહેશે નહીં. ઉલ્ટાનું સર્વોચ્ચ અદાલનની નીચે બંધારણ-લોકશાહી-ભારતીય સંસદ-રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કામ કરતા બની જશે ને દેશની સર્વોચ્ચ મહાસતા સુપ્રિમકોર્ટ બની રહેશે તેવો પણ અણસાર આપ્યો છે.

વળી ગત ૧પ મી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી ૧રપ કરોડ નાગરિકોને રાષ્ટ્રીય પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતુ, આપણા દેશમાં દલિતો ઉપર ખુબ જ અત્યાચાર થાય છે 'અગર ગોલી મારની હૈ, તો મુઝે મારો મેરે દલિત ભાઇઓ કો નહિ' આવા આકરા શબ્દોથી દેશના નાગરિકોને લાગણીશીલ અપીલ કરી હતી.

દેશના પ્રથમ નાગરીક અને વડાપ્રધાનથી વધુ મજબુત પુરાવો આપણી સર્વોચ્ચ અદાલતને નહિ દેખાયો હોય તો આ પુરાવાની પણ સર્વોચ્ચ અદાલતે અવગણના કરી છે જે ખરેખર દુઃખદ બાબત છે.

પત્રકાર પરિષદમાં અમરશીભાઈ મકવાણા, નરેશભાઈ પરમાર, સુનિલ જાદવ, સુરેશભાઈ બથવાર, દિલીપભાઈ સીંગરખીયા, એન.જી. પરમાર, આર.જી. પરમાર, અશ્વિનભાઈ સોલંકી અને જગદીશભાઈ ભોજાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આવુને આવુ રહ્યુ તો સોરઠમાં દશકા પછી એક પણ ઘર દલિતનું જોવા નહિ મળે...!!

ધર્માંતરણનું પ્રમાણ દિવસેને દિવસે વધ્યુ...સરકાર કયારે જાગશે ? : બોૈધ્ધ ધર્મની સાથે સાથે ઘણા પરિવારો તો મુસ્લીમ સમુદાયમાં પણ જવા લાગ્યા હોવાથી સમાજના મોવડીઓમાં ચિંતાનું મોજ

રાજકોટઃ સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં પાછલા કેટલાક સમયથી ધર્માતરણનું પ્રમાણ વધી રહયુ હોવાની વાતો થવા લાગી છે...જેમાં ઘણા સ્થળોએ તો કોઇને કોઇ કારણોસર દલિત સમાજના લોકો અન્ય ધર્મ અંગિકાર લેતા હોવાની પણ વિગતો પ્રકાશમાં આવી ચુકી છે ત્યારે સમયની સાથે સાથે ધર્માતરણના પ્રમાણમાં પણ ચિંતાજનક વધારાએ દલિત સમાજના આગેવાનોને પણ વિચારતાની સાથે જ મુંઝવણમાં મુકી દીધા છે.

આ અંગે આજે પત્રકાર પરિષદ દરમિયાન પૂર્વ નગરસેવક અમરશીભાઇ મકવાણાએ પણ ચિંંતા વ્યકત કરી જણાવ્યુ હતુ કે, અવાર-નવાર થતા અત્યાચાર કે કોઇને કોઇ કારણસર થતી પરેશાની સામે બાથ ભીડીને થાકેલા દલિત સમાજના અનેક પરિવારો ધર્માતરણ કરી ચુકયા છે...જો સરકાર દ્વારા સત્વરે ધ્યાન આપવામાં નહિ આવે તો આગામછ દિવસોમાં આંકડો ચોંકાવનારો બની રહેશે.

એવી જ રીતે ગુજરાતમાં સૌથી વધારે ધર્માતરણની અસર જુનાગઢ જિલ્લામાં હોવાની ચિંતા વ્યકત કરતા કહયુ હતુ કે, જો આવી જ રીતે ચાલ્યુ તો ધાર્યા પ્રમાણે ૨૦૨૫ સુધીમાં દકાચ સોરઠમાં એક પણ ઘર દલિત સમાજનું જોવા ન મળે તો નવાઇ નહિ...ધર્માતરણની બાબતો અવાર-નવાર વર્તમનપત્રોમાં ચમકતી રહેશે છતા પણ સરકાર દ્વારા યોગ્ય કામગરીનો અભાવ કેમ છે? તે સમજાતું નથી...વર્તમાન સમયમાં દિવસેને દિવસે  ઘણા  પરિવારો અન્ય ધર્મ તરફ વળી રહયા વે, તો સમગ્ર જિલ્લામાં કોઇ દલિત બચે ન નહિ એ પહેલા સત્વરે સરકાર કે સબંધિત તંત્ર દ્વારા જાગવું જરૂરી બની ગયું છે.

આ ઉપરાંત અમરશીભાઇએ તો એવી પણ ચોંકાવનારી વાત કહી હતી કે, દલિત સમાજના લોકો માત્ર બૌધ્ધ ધર્મ જ નથી અંગિકાર કરતા,ઘણા તો મુસ્લીમ સમુદાયમાં પણ ભળવા લાગ્યા એ સૌથી મોટી ચિતા અને વિચારવા  જેવી બાબત છે.

દલિતો ઉપરના અત્યાચારો કયાં હદ સુધી થાય છે? તેની દુનિયા નોંધ લે એવી આશા

૨૩ કરોડને દોષીત બનાવવાના ચૂકાદાને 'ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં રાખીશું

'શ્રેષ્ઠ ન્યાય, શ્રેષ્ઠ બચાવ, શ્રેષ્ઠ રક્ષણ'ની વાતો માત્રને માત્ર પોકળ સાબિત

રાજકોટઃ ભારત દેશમાં એટ્રોસીટી કાયદાને નબળો પાડવા-ચૂકાદાની થનારી ગંભીર અસરો બાબતે પૂર્વનગર સેવક અમરશીભાઇ મકવાણાએ કેન્દ્રીય ગૃહ સચિવને રજુઆતમાં એમ પણ ઉમેર્યુ છે કે, ચુકાદાથી ૨ એુપ્રીલે સમગ્ર ભારત દેશના દલિતો દ્વારા બંધનુ એલાન અપાયેલું હતું, જેમાં દેશભરમાં હિંસા ફાટી નિકળતા અસંખ્ય દલિતોને ઇજાઓથી માંડીને મોટું નુકશાન થયું હતું. ૧૪ દલિત નિર્દોષ યુવાનોના મોત થયા, સાથે સાથ જાતિ-જાતિ પ્રત્યેના વેરઝેર વધ્યાં અને સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થા પણ કથળી હતી. ભયભીત માહોલથી સમગ્ર દલિત-સમાજ ફફડાટમાં મુકાઇ ગયો હતો.

વધુમાં ભારત દેશનો ન્યાયમાં 'શ્રેષ્ઠ ન્યાય', 'શ્રેષ્ઠ બચાવ', 'શ્રેષ્ઠ રક્ષણ'ની પોકળ વાતો ને ખુલ્લી પાડવા માટે એક આરોપીને ફરિયાદી બનાવીને સમગ્ર દેશના ૨૩ કરોડને દોષીત માનીને આરોપી બનાવવાના ચુકાદાને 'ગીનીશ બુક ઓફ થી વર્લ્ડ રેકોર્ડ'માં રાખવા માંગીએ છીએ. રેકોર્ડથી દુનિયામાં દલિત સમાજની ઉપર જુલ્મો, અત્યાચારો કયાં હદ સુધી થાય છે? તેની સમગ્ર વિશ્વ નોંધ લેશે.

સાથે સાથે અમરશીભાઇએ જણાવ્યુ છે કે, ચુકાદાથી સમગ્રદેશના દલિતોના જાન-માલ ને મોટુ નુકશાન થયું છે, તેના માટે ગંભીર રૂપે જવાબદારી કોની થાય? તમામ જવાબદારો સામે કાયદેસરની કાનુની કાર્યવાહી થાય એવું દેશનો સમગ્ર દલિત-સમાજ ઇચ્છી રહ્યો છે.

(4:02 pm IST)