Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

૫૫ શહેરોના જાહેર સ્થળોએ મફત વાઇ-ફાઇ સેવા

રાજકોટ તા. ૧૦ : રાજયનાં ૫૫ શહેરોમાં ૨૫૩ જેટલા જાહેર સ્થળોએ વાઈ-ફાઈ સુવિધા સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા ઊભી કરાઈ છે. આ સવલત દ્વારા નાગરિકોને ઈન્ટરનેટ જોડાણ મફત ઉપલબ્ધ થશે.

૫૫ શહેરોમાં જિલ્લા-તાલુકા કક્ષાએ એસ.ટી. બસસ્ટેન્ડ, સિવિલ હોસ્પિટલ, કોર્ટ સંકુલ, મામલતદાર-ટીડીઓ કચેરી, નગરપાલિકા કચેરી, લાઈબ્રેરી જેવા જાહેર સ્થળોએ આ સવલત ઊભી કરાઈ છે. દરેક જગ્યાએ ૨થી ૮ જેટલા એકસેસ પોઈન્ટ મારફતે ૩૦થી ૧૦૦ MBPS ઈન્ટરનેટ બેન્ડવીથ આપવામાં આવી છે.

યુઝર પોતાના મોબાઈલ ઉપર વન ટાઈમ પાસવર્ડ-ઓટીપી મેળવીને મોબાઈલ એપ ડાઉનલોડ કરીને આ સુવિધા વાપરી શકે છે. મુખ્યમંત્રી રૂપાણીએ સાયન્સ અને ટેકનોલોજી વિભાગને અભિનંદન પાઠવી આવી વાઈ-ફાઈ સુવિધા ક અને ડ કક્ષાની નગરપાલિકાઓને પણ આપવા સૂચના આપી છે.

(4:52 pm IST)