Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

માંડવી ચોક દેરાસરની ૧૯૨મી વર્ષગાંઠઃ ભવ્ય ધ્વજા રોહણઃ સાંજે આંગી દર્શન

રાજકોટ : રાજકોટ જૈન તપગચ્છ સંઘ માંડવીચોક દેરાસરની ૧૯૨ મી વર્ષગાઠ નીમીતે ભકિત સંગીત  સાથે ભવ્યાતિભવ્ય ધ્વજા રોહણ નો કાર્યકમ તથા સાધામિક ભકિત  પૂ. આચાર્ય ભગવંત શ્રી યશોવિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં યોજાયેલ. ભકિતકાર  શૈલેશભાઈ વ્યાસ તથા ધર્મેશભાઈ દોશીની ભકિત  સંગીતની શુરવાલી સાથે ધ્વજા ની ઉછામણી શરૂ થયેલ  શ્રી સુપાર્શ્રનાથ દાદા તથા  શ્રીઆદેશ્વર દાદાની ભવ્યાતિ ભવ્ય રીયલ ડાયમંડની આંગી  રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી દર્શન કરી શકાશેે સાથે  ભકિત સંગીતની રમજટ બોલશે તથા આરતી ની ઉછામણી કરવામાં આવશે. આ પ્રસંગે દાદાવાડી સંઘના પ્રમુખ જીતુભાઈ ચા વાળા, ઉપપ્રમુખ  પંકજભાઈ કોઠારી ,  મહાસુખભાઇ રામાણી , દીલીપભાઈ પારેખ, તરૂણભાઇ કોઠારી,  કેવીનભાઇ દોશી, ભાવેશભાઇ વોરા, કેતનભાઈ વોરા, જયેશભાઈ દોશીએ વિશાળ સંખ્યામાં ભાવિકોને લાભ લેવા અનુરોધ કર્યો છે.

(3:46 pm IST)