Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

રૂ. બે લાખ ૨૦ હજારનો ચેક પાછો ફરતા કોર્ટમાં થયેલ ફોજદારી ફરીયાદ

રાજકોટ તા.૧૦: ઉછીંના પૈસાની ચુકવણી પેટે આપેલો ૨,૨૦,૦૦૦/- રૂપિયાનો ચેક રીટર્ન થતાં ફોજદારી ફરીયાદ કોર્ટમાં થયેલ છે.

આ કેસની વિગત એવી છેકે, આ કામના આરોપી દિનેશ મનજી મુલીયાણા, રહે છોટુનગર, શેરીનં.૭, ''આદર્શ વિલા'' રૈયા રોડને પૈસાની જરૂર પડતા તેમના મિત્ર ઇન્દ્રજીતસિંહ વિક્રમસિંહ જાડેજા પાસે પૈસાની મદદ માંગેલી જેથી દોસ્તીના નાતે ઇન્દ્રજીતસિંહ આ કામના આરોપીને રકમ રૂ. ૨,૨૦,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ વીસ હજાર પુરાની મદદ કરવાના હેતુસર આપેલા હતા.

વાયદા પ્રમાણેના સમય વિતવા છતાં વારંવાર પૈસા માંગવા છતા દિનેશ મનજીએ પૈસા પરત કરેલ નહીં. આખરે પૈસાની ચુકવણી પેટે કામના આરોપીએ ફરીયાદીને ભારતીય સ્ટેટ બેંક, જાગનાથ પ્લોટ, રાજકોટ શાખાનો રૂ. ૨,૨૦,૦૦૦/- પુરા નો ચેક લખી આપેલ હતો.

આ ચેક આ કામના ફરીયાદીએ પોતાની બેંકમાં નાખતા ''એકાઉન્ટ કલોઝડ''ના શેરા સાથે પરત ફરેલ. જેથી આ કામના આરોપીની પ્રથમ દ્રષ્ટિએ પૈસા ન આપવાની દાનત છતી થતા ફરીયાદીએ પોતાના વકીલ કુલદિપસિંહ જાડેજા મારફત લીગલ ડીમાન્ડ નોટીસ મોકલાવેલ પંદર દિવસનો સમય પુર્ણ થવા છતા પણ આ કામના આરોપીએ ચેક મુજબની રકમની ચુકવણી કરેલ નથી. આથી આ કામના ફરીયાદીએ પોતાના વકીલની સલાહ લઇને નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ -૧૩૮ મુજબની ફરીયાદ રાજકોટની કોર્ટમાં દાખલ કરેલ છે.

આ કામમાં ફરીયાદી વતિ રાજકોટના વકીલ શ્રી કુલદિપસિંહ બી. જાડેજા તથાા હિતેન્દ્ર સોલંકી રોકાયેલ છે.

(3:44 pm IST)