Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

વેરાની ઓનલાઇન વાંધા અરજી પછી વોર્ડ ઓફીસે ધક્કો શા માટે? ચેમ્બર

અન્યાયી વ્યવસ્થાનો ઉકેલ લાવવા મેયરને રજુઆત

રાજકોટ તા.૧૦: મહાનગરપાલિકા દ્વારા હાલમાં કારપેટ એરીયા મુજબ મિલ્કત વેરો લેવાની જોગવાઇ કરવામાં આવેલ છે. જેમાં કોઇ વાંધા જણાય તો મિલ્કત ધારકોએ વાંધા અરજી ઓનલાઇન અગર લેખિતમાં કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં ઓનલાઇન કાર્યવાહી કર્યા છતા અરજીની નકલ વોર્ડ ઓફિસમાં રૂબરૂ જમા કરાવવાનું જણાવવામાં આવે છે. આ પધ્ધતિ યોગ્ય ન હોવાનું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની યાદીમાં જણાવાયેલ છે.

વાંધા અરજી જેઓએ કરેલ છે. તેનો ત્વરીત નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા તથા વાંધા અરજીઓ વહીવટી પ્રક્રિયામાં અટવાઇ ન જાય અને વાંધા અરજી કરનારને મકાનવેરામાં ૧૦% વળતરના લાભ મળે તેમજ વાંધા અરજી નિકાલની કાર્યવાહી જો મોડી થાય તો પણ ૧૦% વળતરના લાભ મળે તેવી જોગવાઇ કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ રાજકોટ મહાનગરપાલિકાના મેયર જૈમનભાઇ ઉપાધ્યાય તથા કમિશ્નરશ્રી બંછાનિધિપાનીને રજુઆત કરેલ હોવાનું ચેમ્બરના પ્રમુખ શિવલાલભાઇ બારસીયા અને માનદ્ મંત્રી વી.પી. વૈષ્ણવની યાદીમાં જણાવાયું છે.

(3:44 pm IST)