Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ઇનોવા ગાડી મકાન સાથે અથડાવી નુકસાન કરવા અંગે આરોપીનો છૂટકારો

રાજકોટ તા.૧૦: રાજકોટના અનુપમ સોસાયટીમાં રહેતા બ્લોક નં.૨૦૧/એ, પંચવટી રોડ, રાજકોટવાળા શખ્સ નયનકુમાર વલ્લભદાસ મોડીયા સામે માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ-૨૭૯-૪૨૭ અને એમ.વી.એકટ ૧૮૫ના ગુન્હા મુજબની ફરીયાદ નોંધાવેલ હતી. જે કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકેલ છે.

બનાવની હકીકત એવી છે કે બનાવ આશરે દોઢેક વર્ષ પહેલા બનેલ. અને આરોપી વિરૂધ્ધ આ કામના ફરીયાદી મુળજીભાઇ ખીમજીભાઇ વાઢેર, જાતેઃ વણકરએ ફરીયાદ આપેલ તે મુજબની ફરીયાદની હકીકત એવી છે કે આરોપી રાત્રીના પોણા નવેક વાગ્યે દાસી જીવણપરા, શેરી નં.૨ ના મકાનને ઇનોવા ગાડી નં.જી.જે.૩ ઇ.આર.૯૯૮૮ વાળાએ એકસીડન્ટ કરેલ અને મકાનનો દરવાજો તથા અન્ય નુકશાન કરી દિવાલ પાડી દીધેલ. આ કામના આરોપીએ કેફી પ્રવાહી પી ઇનોવા ગાડી પુરઝડપે મારંમાર ચલાવી મકાનના કોર્નર દરવાજા પર મકાનમાં આશરે ત્રણેક લાખ જેવુ નુકશાન કરેલ તેવી ફરીયાદ નોંધાવેલ.

ત્યારબાદ સદરહુ કેસ કોર્ટમાં ચાલુ થયેલ અને કેસ ચાલુ સમયે કોર્ટમાં કેસ ચાલી જતા આરોપી વિરૂધ્ધ ફરીયાદી કેસ સાબીત તરી શકેલ ન હોય જેથી સાહેદોની જુબાનીઓ તેમજ દલીલો ધ્યાનમાં લઇ આરોપી વિરૂધ્ધનો કેસ સાબીત થતો ન હોય જે.એમ.એફ.સી.કોર્ટે આરોપી નયનકુમાર વલ્લભદાસ મોડીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

આ કામમાં આરોપી તરફે રાજકોટના ધારા શાસ્ત્રી શ્રી મનોજ કે.સોલંકી, ભરત ભલસોડ રોકાયેલા હતા.

(3:43 pm IST)