Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ભાજપના રાજમાં કાળાબજારિયાઓને જલ્સો : ભાવ બાંધણું કરવા મુખ્યમંત્રીને રજુઆત કરતા કોંગી કોર્પોરેટર મકબુલભાઇ દાઉદાણી

રાજકોટમાં રેમડેસીવીરના ઇન્જેકશનનો કાળો વેપાર કરનારાઓ સામે કડક કાર્યવાહી જરૂરી : રૂ.૯૦૦નું ઇન્જેકશન રૂ. ૬૦૦૦ થી રૂ. ૭પ૦૦ સુધી કાળાબજારમાં વેંચાય છે છતાં સરકાર નિંદ્રામાં : વિપક્ષી કોર્પોરેટરનાં આક્ષેપો

રાજકોટ, તા. ૧૦ : રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના  કોર્પોરેટર શ્રી મકબુલભાઈ દાઉદાણીએ જણાવ્યું છે કે કોરોના મહામારીએ બીજી વખત ભરડો લીધો છે ત્યારે અનેક લોકોએ સરકારની લાપરવાહીથી જીવ ગુમાવવા પડ્યા છે તેમજ સરકાર દ્વારા ચુંટણી બાદ કોરોના મહામારીના વધતા આંકડાઓ જોઈ કોઈ જ ગંભીરતા દાખવી નથી અને લોકોના જીવ ખતરામાં મુક્યા છે.

એક તરફ મહામારી ભરડો લઇ રહી છે અને બીજી બાજુ સરકાર દ્વારા દર્દીઓને પડતી હાલાકી સામે કોઈ જ કામગીરી કરી નથી, ગુજરાતના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ફકતને ફકત પ્રેસ નિવેદનો આપી રહ્યા છે જયારે વાસ્તવિકતા કઈક બિહામણી સ્થિતિમાં છે રોજ બરોજ દર્દીઓના મોત થવા, દવાની અછત, ડોકટરો અને સ્ટાફની ઘટ તેમજ અપૂરતું મહેકમ અને નબળું મેનેજમેન્ટ આ તમામ કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓએ સરકારની લાપરવાહીથી જાન ગુમાવવી પડી રહી છે તેમજ જે દર્દીઓ દાખલ છે તે દર્દીઓને દાખલ કરવા માટે બેડ ની સુવિધા પૂરી નથી , દવાઓ પૂરી નથી  ત્યારે સરકાર કોરોના મહામારીને કાબુમાં લેવામાં સદંતર નિષ્ફળ શાબિત થાય છે તે તમામ હકીકતો ઉપરથી સ્પષ્ટ થાય છે.

શ્રી દાઉદાણીએ વધુમાં જણાવ્યું છે કે કોરોના મહામારીમાં દર્દીને અકસીર ઈલાજ કરતા જડીબુટ્ટી સમાન રેમડેસીવીર ઇન્જેકશન ની કૃત્રિમ અછત ડ્રગ માફિયાઓએ ઉભી કરી છે અને જેને પરિણામે ગરીબ અને મધ્યમવર્ગીય લોકોની સ્થિતિ બિહામણી બની છે તેમજ રૂ.૯૦૦ ની કીમતના ઇન્જેકશન રૂ. ૫૫૦૦, ૬૦૦૦ થી  રૂ.૭૫૦૦ સુધી કાળાબજારમાં ખરીદવા પડે છે ત્યારે સરકાર કુંભકર્ણની નિંદ્રાધીન છે ત્યારે આ મામલો અમોની સમક્ષ રૂરૂ ફરિયાદ આવતા અમોએ આજે ગુજરાતના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યું છે કે રેમડેસીવીરના ઇન્જેકશનો નો ભાવ સરકાર દ્વારા નિયત કરવામાં આવે , કાળાબજારીયાઓ સામે કડક કાર્યવાહી આવે , લેબોરેટરીમાં ટેસ્ટીંગ થતા રીપોર્ટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને સિવિલ હોસ્પિટલ સાથે લીંકઅપ કરી પોઝીટીવ દર્દીની વિગતો સેમ ટાઈમ તંત્રમાં જાણ કરવામાં આવે , એન્ટીજન ટેસ્ટીંગની કીટો ક્યાય ખૂટે નહી તેવી વ્યવસ્થા કરવામાં આવે, તમામ પ્રકારની દવાઓનો સ્ટોક ડે ટુ ડે મેઇન્ટેન કરવામાં આવે અને હોસ્પિટલો માં ઘટતા સાઘનો – સામગ્રી તેમજ એસેસરીઝ ની શોર્ટેજ પડે નહી તેનું ધ્યાન રાખવામાં આવે, પીપીઈ કીટ મંગાવવામાં આવે, અને ઞ્પ્લ્ઘ્ન્ દ્વારા કરવામાં આવતી ખરીદીઓ પર રીયલ ઓડીટ થાય , લેબોરેટરીની સંખ્યામાં વધારો કરવામાં આવે, આ સહિતની માંગણીઓ માટે શ્રી મકબુલભાઈ દાઉદાણી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છેે.

(4:23 pm IST)