Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

અંવતીકબાઇ લોધી હોલમાં હવે શરણાયું ગૂંજશે : બુકીંગ રદ નહીં થાય

કોમ્યુનીટી હોલ ફરી ચાલુ : આરોગ્ય કેન્દ્રનુંં રીનોવેશન મુલત્વી : કોંગી અગ્રણી રણજીત મુંધવા-કેતન જરીયાની રજુઆત સફળ

રાજકોટ, તા. ૧૦ :  શહેરના વોર્ડે નં. ૭ના વિજય પ્લોટ વિસ્તારમાં આવેલ અવંતીકાબાઇ લોધી હોલમાં ફરી બુકીંગ ચાલુ કરવામાં આવ્યા છે. કોંગી અગ્રણી રણજીત મુંધવા અને કેતન જરીયાની રજુઆત ને સફળતા મળી છે.

આ અંગે રણજીત મુંધવા અને કેતન જરીયાની યાદીમાં જણાવ્યા મુજબ મ.ન.પા. દ્વારા ગત ફેબ્રુઆરી માસમાં આ વોર્ડમાં આરોગ્ય કેન્દ્રનું રીનોવેશનનાં કારણે અંવતીકાબાઇ લોધી કોમ્યુનીટી હોલમાં એપ્રિલ માસમાં થયેલ બુકિંગ રદ કરવામાં આવ્યા હતા.

વધુમાં શ્રી મુંધવા અને શ્રી જરીયાએ જણાવ્યું હતું કે આ અંગે મ્યુ. કમિશનરને રજુઆત કરવામાં આવી હતી. લોકોના બુકિંગ રદ કરવાની ખાત્રી આપી ડિસ્પ્રેસનરીનું કામ થોડા સમય મોકુફ રાખવા જણાવાયું હતું.

હવે આ કોમ્યુનિટી હોલના બુકિંગ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવતા કોંગ્રેસ અગ્રણી રણજીત મુંધવા અને કેતન જરીયાની રજુઆતને સફળતા મળી હતી.

(4:20 pm IST)