Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સ્‍મશાનોમાં મોતનો મલાજો જળવાશે : વેઇટીંગ દુર કરવા મેયર પ્રદીપ ડવ દ્વારા વિવિધ વ્‍યવસ્‍થાઓ

રામનાથપરા સ્‍મશાનની બંધ ઇલેકટ્રીક ભઠ્ઠૃી શરૂ : વાવડી-મુંજકા-ઘંટેશ્વરનાં સ્‍મશાનનો ઉપયોગ વધારાશે : સંચાલન કરતી સંસ્‍થાઓને જરૂર પડયે વધુ ગ્રાન્‍ટ ફાળવાશે : કોરોનાં મૃતકોના અગિ્નસંસ્‍કાર માટે સેન્‍ટ્રલી વ્‍યવસ્‍થા ગોઠવવા વિચારણા : મ્‍યુ. કમિશ્‍નર ઉદિત અગ્રવાલ ત્‍થા સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કર પટેલ

રાજકોટ, તા. ૧૦ :  શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મૃત્‍યુ આંક વધ્‍યો છે. કોરોનાનાં મૃતકોની સંખ્‍યા પણ વધી છે. ત્‍યારે સ્‍મશાનોમાં અગિ્ન સંસકાર માટે મૃતદેહોની કતારો જોવા મળતાં મોતનો મલાજો જળવાતો નહીં હોવાની લાગણી લોકોમાં ફેલાઇ રહી છે.

ત્‍યારે મેયર પ્રદિપ ડવે સ્‍મશાનોમાં મૃતદેહોની સમયસર અંતિમ વિધી થઇ જાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવવા તાકિદની બેઠક યોજી જરૂરી સુચનાઓ આપી હતી.

આજે સાંજે રાજકોટ શહેરનાં સ્‍મશાનો ઉપરાંત વાવડી, મવડી, મુંજકા, ઘંટેશ્વર, માધાપર વગેરેનાં સ્‍મશાનોનું સંચાલન કરતી  સંસ્‍થાઓનાં સંચાલકો સાથે મેયર પ્રદિપ ડવ, મ્‍યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પુષ્‍કર પટેલ વગેરેએ તાકિદની મીટીંગ યોજી અને સ્‍મશાનોમાં મૃતદેહોની કતારો ન લગાડે  તે માટે તંત્રને સહયોગી થવા અને જરૂર પડયે સ્‍મશાનોને વધારાની ગ્રાન્‍ટ ફાળવવા તૈયારી બતાવી હતી અને સ્‍મશાનોમાં બંધ ભઠ્ઠૃીઓ ચાલુ કરવા તેમની જરૂરી ચીજ-વસ્‍તુઓ રાખવા અપીલ કરી હતી.

રામનાથ પરા સ્‍મશાનમાં બંધ પડેલી ઇલેકટ્રીક ભઠ્ઠૃી આજે શરૂ કરી દેવાશે. ઉપરાંત કોરોના મૃતકો માટે અલગ અગિ્નસંસ્‍કારની વ્‍યવસ્‍થા માટે સેન્‍ટ્રલી કંટ્રોલ રૂમ શરૂ કરવા પણ વિચારણા હાથ ધરાઇ હતી.

આમ મોતનો મલાજો જળવાઇ રહે અને મૃતકોનાં સગા-સ્‍નેહીઓ દુઃખદ ક્ષણોમાં ખોટી રીતે હેરાન-પરેશાન ન થાય તે માટે યુવા મેયર પ્રદિપ ડવે સંવેદના સભર વ્‍યવસ્‍થા ગોઠવવા કમ્‍મર કસી હતી.

(3:45 pm IST)