Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

લોધીકાના ઇન્ચાર્જ મામલતદાર લાવડીયાએ ઇતિહાસ સજર્યો વેકસીન લ્યો સનદ આજે જ આપી દવઃ ૧૦૦ ટકા સફળતા

આખા ગામે વેકસીન લઇ લીધીઃ વર્ષોનો પ્રશ્ન ઉકેલાયોઃ ગામ કોરોના મુકતઃ એક પણ કેસ નથી

લોધીકાના કોઠા પીપળીયા ગામે કોરોના વેકસીનનો કેમ્પ યોજાયો અને ૧૦૦ ટકા સફળતા મળી તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૦: લોધીકાના કોઠા પીપળીયા ગામે અને ઇન્ચાર્જ લોધીકા મામલતદારે ઇતિહાસ સર્જી દીધો છે. લોધીકાથી માત્ર ૪ કિ.મી. દૂર આવેલ કોઠા પીપળીયા ગામની મોટા ભાગની વસતિ માલધારી-ખેડુતો-ઉભા વર્ગની છે. અને ત્યાં રહેતા કુટુંબો રાજાશાહી વખતથી રહેણાંક મકાનો ધરાવે છે, આવા લોકોને તેમના મકાન ખોરડાની જમીન દર ચો.મી. રૂ. ૧૦ વસૂલી-અઘાટ હકકોમાં ફેરવવા ૧૦-ક-ર૦૦૬ના ગુજરાત સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો હતો.

દરમિયાન હાલ કોરોના કાળમાં રસીકરણ વેગવંતુ બન્યું છે, આ દરમિયાન કોઠા પીપળીયા ગામના સરપંચે ઇન્ચાર્જ મામલતદાર શ્રી લાવડીયાને રાવળા હકકની જમીન કબજા હકમાં ફેરવવા અંગે રજૂઆતો કરતા અને ખેડૂતોને પડતી હાલાકીની વાત કરતા મામલતદારશ્રી લાવડીયાએ તાબડતોબ આ પ્રશ્ન હલ કરવા પોતાની ટીમ બનાવી આખો સર્વે કરાવ્યો અને તમામ અરજીઓ મંજુર કરવા સામે શરત મુકી કે ગામના લોકો વેકસીન લેવા તૈયાર થાય તો તમામ અરજીઓ મંજૂર કરી અપાશે.

પરીણામે સરપંચ અને આગેવાનોએ ગ્રામજનોને તૈયાર કર્યા અને ૮ એપ્રિલે વેકીસીન કેમ્પ રાખી ૧૦૦ ટકા કામગીરી પૂરી કરતા ગ્રામજનોના હાથમાં જમીનના કાયમી હકકો આપી દેતા ખુશાલીનો માહોલ સર્જાયો હતો. આ સાથે ગુજરાતમાં કોઠા પીપળીયા પહેલું એવું ગામ બન્યું છે કે ૧૦૦ ટકા ગામ લોકો પાસે પોતાના ખોરડાની માલીકી હકકો હોય. આખું ગામ કોરોના મુકત છે, એકપણ પોઝીટીવ કેસ નથી.

(2:59 pm IST)