Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

કોરોના સંક્રમણ વધતા બેડી યાર્ડ આવતા સપ્તાહમાં ૩ દિવસ બંધ

રાજકોટ, તા., ૧૦: સર્વત્ર કોરોનાના કેસ દરરોજ મોટા પ્રમાણમાં વધી રહયા છે ત્યારે કોરોના સંક્રમણે રોકવા રાજકોટનું બેડી યાર્ડ આવતા સપ્તાહમાં ૩ દિવસ બંધ રહેશે.

રાજકોટ-બેડી યાર્ડમાં ચેરમેન ડી.કે.સખીયાઍ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તા.૧૨ ને સોમવારથી ગુરૂવાર સુધી યાર્ડ ચાલુ રહેશે. જયારે શુક્ર-શની અને રવી ૩ દિવસ યાર્ડ બંધ રહેશે.

આજે બેડી યાર્ડ ખાતે યાર્ડના હોદેદારો, બોર્ડ, વેપારીઓ અને દલાલોની મીટીંગ મળી હતી જેમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(12:07 pm IST)
  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,52,419 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,33,55,319 :એક્ટિવ કેસ 11,02,316 થયા વધુ 90,237 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,20,78,242 થયા :વધુ 837 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,69,304 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 55,411 નવા કેસ નોંધાયા : છત્તીસગઢમાં 14,098 કેસ જયારે ઉત્તર પ્રદેશમાં 12,748 કેસ નોંધાયા access_time 1:03 am IST

  • નાગપુરની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 4 દર્દીઓના મોત: મોડી રાતે હોસ્પિટલમાં લાગેલી આગ બાદ 27 દર્દીઓને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડાયા :આમાંથી 10 દર્દીઓ આઈસીયુમાં પણ હતા. વેલ ટ્રીટ હોસ્પિટલ નાગપુરમાં આગ લાગી access_time 12:58 am IST

  • પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 34 ટકા મતદાન : ચૂંટણી પંચના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં બપોરે 12 વાગ્યા સુધીમાં 33.98 ટકા મતદાન થયું છે. access_time 1:23 pm IST