Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

જુના માર્કેટ યાર્ડમાંથી અજાણ્યા વૃધ્ધની લાશ મળી

વાલીવારસ હોય તો બી-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૦: જુના માર્કેટ યાર્ડમાં બજરંગ ટ્રેડર્સ પાસે અજાણ્યા આશરે ૬૦ થી ૬૫ વર્ષના વૃધ્ધની લાશ પડી હોવાની જાણ ૧૦૮ના નયનભાઇ મારફત થતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ એએસઆઇ ઉપેન્દ્રસિંહ ઝાલાએ બી-ડિવીઝનમાં જાણ કરતાં હેડકોન્સ. હિતેષભાઇ જે. જોગડાએ પહોંચી કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ સગા સંબંધી, પરિચિત હોય તો બી-ડિવીઝન પોલીસનો ફોન નં. ૦૨૮૧ ૨૭૦૬૦૧૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:46 am IST)