Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ઘરે- ઘરે છાણાનો ધુમાડો કરોઃ કોરોના નામનો દુશ્મન ઉભી પુછડીયે ભાગશે

નરેન્દ્રભાઈએ વિદેશોમાં પણ દવા મોકલવાની મંજુરી આપી માનવતાનો સેવા ધર્મ બજાવ્યોઃ પૃથ્વીસિંહ

રાજકોટ,તા.૧૦: દુનિયાભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતભરમાં પણ છેલ્લા બે દિવસમાં કેસોની વધારો થઈ રહ્યો છે. દરમિયાન ભાજપના અગ્રણી અને સામાજીક આગેવાન શ્રી પૃથ્વીસિંહ જાડેજા (બાવા) એ ઘરે- ઘરે ગાયના છાણાથી ધુમાડો કરવા સુચન કર્યુ છે. ધુમાડો કરવાથી કીટાણુઓ નાશ પામે છે.

તેઓએ જણાવેલ કે રામનવમી અને હનુમાનજયંતિ પૂર્ણ થઈ જેથી હવે આગામી દિવસોમાં કોરોનાનો કહેર ઓછો થતો જશે. સંક્રમણથી બચવા લોકોએ ઘરમાં જ રહેવું તેમજ દરરોજ સાંજના ૯ છાણાનો ધુમાડો કરવો. કીટાણુ નામના દુશ્મનને ભગાવવા ગાયાના છાણાનો ધુમાડો કરવોએ રામબાણ ઈલાજ છે.

શ્રી પૃથ્વીસિંહ (મો.૯૯૯૮૫ ૫૦૧૯૦)એ જણાવેલ કે હાલમાં વિદેશમાં પણ આ ભારતીય પધ્ધતીનો ઉપયોગ થઈ રહયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદેશોમાં પણ દવાઓ મોકલી માનવતાનો સેવા ધર્મ પૂરો પાડેલ હોવાનું અંતમાં જણાવાયું છે.

(4:10 pm IST)