Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોનાને કોરાણે મુકી બેફામ રખડે છે, આવા લોકોને કારણે જ જોખમ ઝળુંબે છે, આ માણસો સુધરતા નથી!...લોકડાઉન ભંગમાં ૧૪૨ પકડાયા

રાજકોટમાં સતત પોઝિટિવ કેસ વધી રહ્યા છે, તંત્ર સતત ગંભીર...પણ અમુક લોકોને પોતાની કે બીજાની જરા પણ ચિંતા જ નથી : ચેપીરોગ કોરોના પોતાનામાંથી બીજામાં ફેલાઇ શકે તેવું જાણતા હોવા છતાં કારણ વગર રઝળપાટ કરવા નીકળી પડનારાને પોલીસ સતત પકડે છેઃ ૨૪ કલાકમાં વધુ ૯૭ ગુના દાખલ કરાયા

રાજકોટ તા. ૧૦: નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. આ કારણે દુનિયાભર અનેક દેશોમાં લોકડાઉન છે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે પોલીસ તંત્ર લોકડાઉનનો કડક અમલ કરાવે છે. કારણ વગર બહાર નીકળતાં લોકોને પકડી લઇ કેસ દાખલ કરી ધરપકડ કરવામાં આવી રહી છે. એકવીસ દિવસનો લોકડાઉન જાહેર થયો ત્યારથી આ કામગીરી થઇ રહી છે. વાહનો પણ ડિટેઇન કરવામાં આવી રહ્યા છે...આમ છતાં અમુક માણસો એવા છે જે સુધરતા જ નથી. દરરોજ નોંધાઇ રહેલા ગુનાઓમાં વધુ ૯૭ ગુનાનો ઉમેરો થયો છે. પોલીસે ૨૪ કલાકમાં ૧૪૨ શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી છે. જેની વિગતો આ મુજબ છે.

નોવેલ કોરોના વાયરસની મહામારી અંતર્ગત ર૧ દિવસના લોકડાઉનમાં તકેદારીના ભાગરૂપે લોકોને બીનજરૂરી ઘરની બહાર ન નિકળવા તેમજ એક-બીજાથી એકથી બે મીટરનું અંતર રાખવા અંગે શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડયુ છે. અને જાહેરનામાનો અમલ કરાવવા માટે સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ છે અને લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી પણ કરી રહી છે. જેમાં એ ડીવીઝન પોલીસે ઉદ્યોગનગર કોલોનીમાંથી ભરત નાથાભાઇ ગોડેશ્વર, લોધાવડ ચોકમાંથી સાગર રઘુભાઇ સોલંકી, કરણસિંહજી મેઇન રોડ સીટી ગેસ્ટ હાઉસની સામેથી ભૌમિક પંકજભાઇ કારીયા, રામનાથપરા શેરી નં. ૪ માંથી પરવેઝ નાઝીરભાઇ ઝીવરાણી, વસીમ મહેબુબભાઇ ચૌહાણ, શુભમ પંકજભાઇ મકવાણા, સાગર દીનેશભાઇ મકવાણા, દીવાનપર ખીજડાવાળા રોડ ઉપરથી શિવમ કિશોરભઇ રામાનંદી, કાર્તીક રમેશભાઇ સોલંકી, નિલેશ અરવિંદભાઇ ગોસ્વામી, જયુબેલી પાસે દેના બેંક ચોકમાંથી યાજ્ઞિક વાલજીભાઇ કોલાદરા, શુભમ રામસુરભાઇ રાળા, ગરૂડ ગરબી ચોકમાંથી સાહીલખાન ગુલામ કાદરખાન યુસુફી, તથા બી. ડીવીઝન પોલીસે સંત કબીર રોડ પરથી અસ્લમ અતાઉલ્લાભાઇ પંજાબી, હિતેષ ભીખાભાઇ બેકારીયા, ભગીરથ સોસાયટી સગર જ્ઞાતિની વાડી પાસેથી સંજય બાબુભાઇ નાનાણી, ભગવતીપરા ઓવરબ્રીજ પાસેથી જયેશ ભાનુભાઇ ખાંભરા, આડો પેડક રોડ બગીચા પાસેથી વિજય છેલાભાઇ મકવાણા, પારેવડી ચોક પાસેથી ફીરોઝ જુસબભાઇ શાહમદાર, ગાર્ડન રેસ્ટોરન્ટ પાસેથી જીજ્ઞેશ નાથાભાઇ સાંગાણી, પરેશ જેરામભાઇ ભંડેરી, તથા થોરાળા પોલીસે દૂધસાગર રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ સાગર ચોક પાસેથી ધવલ સુરેશભાઇ રાઠોડ, દૂધ સાગર રોડ જીઇબીની ઓફીસ પાસેથી યાકુબ ઉર્ફે અજય દલસુખભાઇ લુણાગરી, ચુનારાવાડ ચોક પાસેથી હાર્દિક પ્રવિણભાઇ ચૌહાણ, કુબલીયાપરા મેઇન રોડ, પરથી મહેશ કરશનભાઇ સોલંકી, સંત કબીર રોડ રાજારામ સોસાયટીમાંથી ગુણવંતી ભીમજીભાઇ કાપડીયા, એક કિશોર, તથા ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ નંદા હોલ ચોકમાંથી અશોક છગનભાઇ જાદવ, જંગલેશ્વર દોસ્તી ચોકમાંથી ઇરફાન દાઉદભાઇ ભાણુ,  યુસુફ અબુભાઇ ભાણુ, લક્ષ્મીવાડી શેરી નં. ૧પ માંથી નરેન્દ્ર માવજીભાઇ મકવાણા, નંદા હોલ ચોકમાંથી જીતેન્દ્ર  ધરમશીભાઇ પોરીયા, કોઠારીયા રોડ લોટસ હોસ્પિટલ સામેથી ચીરાગ અરવિંદભાઇ દાયમા, ૮૦ ફુટ રોડ, શેઠ હાઇસ્કુલ પાસેથી જતીન ગીરીશભાઇ જોષી, અંકિત હીમતભાઇ ફીચડીયા, તથા કુવાડવા રોડ પોલીસે કુવાડવા સોખડા રોડ એચ. પી. ચોકડી પાસેથી લાલજી કાનજીભાઇ રૈયાણી, રફાળા ગામ નજીકથી વિશાલ રાયધનભાઇ રાઠોડ, બેડલા ગામ જવાના રસ્તા પરથી  જયદીપ વલ્લભભાઇ બોરીચા, અરવિંદ કમાભાઇ ચાવડા, દિપક જેરામભાઇ કોઠીયા, મકસુદ જાવીદભાઇ દીવાન, ગુંદા ગામના પાટીયા પાસેથી અમીન ઉર્ફે સદામ જીહીદભાઇ દીવાન, કુવાડવા ગામમાંથી હસમુખ કરમશીભાઇ વનાળીયા, સોપાડા ગામ પાસેથી મહેશ જયંતીભાઇ પરમાર, ચેતન કાનજીભાઇ ડાભી, વસીમ આમદભાઇ મોગલ, તથા આજી ડેમ પોલીસે સાંઇબાબા સર્કલ પાસે સર્વેશ્વર સોસાયટીમાંથી સુધીર રતીલાલ વાઘેલા, મયુરપાર્ક મેઇન રોડ પરથી મહેશ પ્રવિણભાઇ જોટાણીયા, કોઠારિયા ગામ પાણીના ટાંકા સામેથી પ્રવિણ કુરજીભાઇ ગજેરા, માંડાડુંગર આરતી ઇન્ડસ્ટ્રીઝ અજય વે બ્રીજ પાસેથી વિજયભારથી, બટુકભારથી  ગોસાઇ, કોઠારિયા સુરભી સોસાયટી મેઇન રોડ પરથી, અશ્વિન દેવશીભાઇ વેકરીયા, કોઠારિયા રોડ કૈલાસ પાર્ક શેરી નં.૧માંથી રૂષભા પ્રફુલભાઇ ટાંક, પિયુષ જગજીવનદાસ શાહ, કોઠારિયા રોડ પરથી મહેશ વજુભાઇ સોનારા, અનીલ ભીખુભાઇ સોનારા, તથા માલવીયાનગર પોલીસે ગોંડલ રોડ રામનગર શેરી નં.૬/૮માંથી જયેશ ધનજીભાઇ સંચાણીયા, મયંક હસમુખભાઇ સંચાણીયા, પ્રવીણ કાનજીભાઇ સંચાણીયા, નીતા હરેશભાઇ સંચાણીયા, હંસાબેન જયેશભાઇ સંચાણીયા, નવલનગર મેઇન રોડ મુરલીધર ચોક પાસેથી ધના ખેંગારભાઇ ટોળીયા, જગા કડવાભાઇ ટોળીયા, મવડી રોડ આનંદ બંગલા ચોક વિશાલ પ્રવિણભાઇ રંગાણી, કૃષ્ણનગર મેઇન રોડ ગુરૂપ્રસાદ ચોક પાસેથી મુકેશ પરસોતમભાઇ માકડીયા, માયાણી ચોક, ચંદ્રશનગર મેઇન રોડ પરથી રચીત દીનેશભાઇ લુણાગરીયા, નાના મવા રોડ વિદ્યુતનગર મેઇન રોડ પરથી કિશોર ગોરધનભાઇ ગોહેલ, નવલનગર શેરી નં. ૪/૧૫ માંથી કાંતીલાલ ઉર્ફે કનુ નાનજીભાઇ ચાંગેલા, નાના મવાખ રોડ પર સીલ્વર  સ્ટોર સોસાયટી મેઇન રોડ  મારવાડી પાસેથી સાવન રતીભાઇ જાગાણી, જેન્તી સવજીભાઇ  વાડોદરીયા વિજય ભગવાનભાઇ દુધાગરા, હરીશ મુળજીભાઇ  પરસાણા, ઉદય રતીલાલ વિઠ્ઠલાણી , ભૌતીક રમેશભાઇ ઢોલરીયા,નાના મવા રોડ એસ્ટ્રોન સોસાયટ મેઇન રોડ પરથી રવજી લાલજીભાઇ તંતી, મનસુખ ગોરધનભાઇ બગડીયા, ભાવીન પરસોતમભાઇ પટેલ, સુરેશ નાથાભાઇ સોજીત્રા, ૧૫૦ ફુટ  રીંગ રોડ સીતારામ ગૌશાળા સામેથી શૈલેષભાઇ રમેશગીરી ગોસ્વામી તથા પુનગર પોલીસે  સાંઢીયા પુલ નીચેથી ઇમ્તીયાઝ ઇકબાલ પઠાણ , આબીદ  સુલેમાનભાઇ જુણાચ, રૂખડીયાપરા મફતીયા પરા સેન્ટ્રલ જેલની પાછળથી કમલેશ કિશોરભાઇ સુરાણી, સમીર બશીરભાઇ શેખ, સદામ જાનમહંમદભાઇ ભાણુ, રવી ભુપતભાઇ ભાયાણી , રેલનગર મેઇન રોડ પરથી જગદીશ ગોરધનભાઇ સારદીયા, પોપટપરા નાલા પાસેથી સાગર મહેશભાઇ વાઘેલા, ગાયકવાડી સાધુવાસવાણી સ્કુલ પાસેથી એજાઝ કાસમભાઇ જુણાચ, ભૌતીક રાજેન્દ્રભાઇ સોની, જામટાવર પાસેથી સાગર ગોપાલભાઇ શાહી, પાર્થ જશવંતભાઇ શીયાળીયા, પોપટપરા મેઇન રોડ પરથી રાકેશ મનુભાઇ મકવાણા, તથા ગાંધીગ્રામ પોલીસે લાખના બંગલા વાળા રોડ પર મારૂતી હોલ પાસેથી અજયસિંહ અશોકસિંહ  વાળા, રામાપીર ચોકડી પાસેથી ભાવીન હસમુખભાઇ ડાભી, જામનગર રોડ બજરંગવાડી મેઇન રોડ પરથી હર્ષદ જયંતીભાઇ દાવડા, બજરંગવાડી શેરી નં. ૧૦ માંથી પૃથ્વીસિંહ બળવંતસિંહ શેરી નં. ૧૦ માંથી પૃથ્વીસિંહ બળવંતસિંહ ગોહીલ, કૃષ્ણનગર સોસાયટી મેઇન રોડ માધવ પાન પાસેથી દીલીપ હસમુખભાઇ પ્રજાપતી, બકુલ ખોડીદાસભાઇ પોબારૂ, ભાવેશ હસમુખભાઇ પ્રજાપતી સંજય લક્ષ્મણભાઇ ચાવડા, નિલેશ હકાભાઇ સાથલીયા, મહેશ ખોડુમલ ભુપચંદાણી, અશોક ગણપતરાવ પવાર, ગાંધીગ્રામ એસ. કે. ચોક પાસે કિશન ભનાભાઇ સાંગડીયા, તથા તાલુકા પોલીસે ૪૦ ફુટ રોડ ઓમનગર, પટેલ નગર પાસેથી પ્રફુલ જયંતીભાઇ કાલોરીયા, સ્પીડવેલ પાર્ટી પ્લોટ  પાસેથી વિજય ગોપાલભાઇ વિશ્વકર્મા, રસુલપરા સરદાર પટેલ મેઇન રોડ પરથી યુસુફ ઓસમાણભાઇ બ્લોચ, અઝહર રસીદભાઇ કુરેશી, વજીરઅલી  મહેબુબઅલી અંસારી, એજાઝ અયુબ મીયા કાદરી, ગુલમામદ ગફારભાઇ પતાણી, કણકોટ ગામ ધોડાધાર ચોકમાંથી સિધ્ધાર્થ કિરીટભાઇ ચાવડ, પાટીદાર ચોકમાંથી મહેશ બચુભાઇ દેગામા, મુના ભીખા ગમારા, વિપુલ ભાયાભાઇ ગમારા, પુનીતનગર મેઇન રોડ પરથી વિજય ચિમનભાઇ બકોરી, જયેશ ધનજીભાઇ કાછડીયા, ઘોડાધાર ચોકમાંથી સંજયસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, તથા યુનિવર્સિટી પોલીસે આકાશવાણી ચોકમાંથી જીતેન્દ્ર જીવાભાઇ રાઠોડ, પુષ્કરધામ સોસાયટી સામે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાંથી વનેશ મગનભાઇ કણસાગરા, નવીન મુળજીભાઇ સોની, રૈયા રોડ તુલસી શાકમાર્કેટ પાસેથી ચેતન જોરૂભા ચાવડા, સાધુવાસવાણી રોડ, ગુરૂજીનગર આવાસ યોજના કવાટર પાસેથી નિકુંજ વલ્લભાઇ ગઢીાય, ગોપાલ ચોક પાસેથી આકાશ અલુલભાઇ જોશી, પુષ્કરધામ મેઇન રોડ વિમલનગર ચોક પાસેથી હિમાંશુ વિરેન્દ્રભાઇ ડાભી, સાંકેત ગીરીશભાઇ સોઢા, લકકી રાજસિંહ અશોકસિંહ ઝાલા, છત્રપાલસિંહ અનીરૂધ્ધસિંહ પરમાર, રામદેવસિંહ અશોકસિંહ ઝાલા, તથા રવિરાજસિંહ યોગેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. 

ભારે કરી...બેડીપરા સૈફી કોલોનીમાં અગાસીએ ભોજનની મજા

ડ્રોન કેમેરાએ બગાડીઃ પાંચ વ્હોરા યુવાન પકડાયા

. લોકડાઉનને કારણે બધા ઘરમાં જ રહેવા મજબૂર છે. પોલીસ પણ લોકડાઉનનું કડક પાલન કરાવી રહી છે. આમ છતાં લોકો છટકબારી શોધવા પ્રયાસો કરતાં રહે છે. ડ્રોન કેમેરાથી પણ પોલીસ કારણ વગર બહાર નીકળતાં લોકોને પકડી પાડે છે. બેડીપરા સૈફી કોલોની પાસે મુબારક એપાર્ટમેન્ટમાં રહેતાં પાંચ વ્હોરા યુવાનોએ ગત સાંજે એપાર્ટમેન્ટની અગાસીએ ભેગા મળી ભોજનની મહેફીલ માંડતાં આ પાંચેય ડ્રોન કેમેરામાં નજરે ચડી જતાં બી-ડિવીઝન પોલીસે ત્યાં પહોંચી આઇપીસી ૨૬૯ મુજબ ગુનો નોંધી આ એપાર્ટમેન્ટમાં જ રહેતાં દાઉદી વ્હોરા જોયબ હાતીમભાઇ માંકડા (ઉ.૫૨), ઝુઝર મહમદભાઇ સતારીયા (ઉ.૩૨), હાતિમ અબ્બાસભાઇ ત્રવાડી (ઉ.૩૫), હુશેન સજ્જાદભાઇ ઠાઠીયા (ઉ.૩૫), ખોજેમા ફઝલેઅબ્બાસ માકડા (ઉ.૫૨) અને શોૈકત તાહેરઅલી કપાસી (ઉ.૫૨)ની ધરપકડ કરી હતી. અગાસીએ સમુહભોજન બનાવી જોખમકારક કોરોના રોગનો ચેપ ફેલાય તેવી સંભાવના હોવાનું જાણવા છતાં આવુ કૃત્ય કરવા સબબ પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, એએસઆઇ એમ.આર. ઝાલા સહિતે કાર્યવાહી કરી હતી. પકડાયેલા તમામ કાચ ફીટીંગ, કાપડ કટીંગ અને ભંગારના ધંધા સાથે સંકળાયેલા છે.

(4:09 pm IST)