Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

લોકડાઉનમાં ખાલીખમ રોડ પર પૂરઝડપે દોડતી બે કાર ધડાકા સાથે અથડાઇ

રાજકોટ : શહેરમાં લોકડાઉનમાં ખાલીખમ અમીન માર્ગ પર આવેલ પાયલ ડેરી પાસે ચોકમાં એક જીજે૩જેઆર ૧૮૦૦ નંબરની ઇનોવા કાર સ્વામિનારાયણ મંદિર તરફથી અમીન માર્ગ પર જતી હતી ત્યારે સામેથી આરજે-૧૪ સીડબલ્યુ-૯૮ર૮ નંબરની પુરઝડપે આવતા બંને કાર સામ સામે ભટકાતા બંને કારમાં નુકશાની થઇ હતી. જાણ થતાં બંને કાર ચાલકને માલવીયાનગર પોલીસ મથકમાં લઇ જવાયા હતા. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:08 pm IST)