Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

લોકડાઉન અમલ માટે ડ્રોન પછી હવે દૂરબીનઃ ધાબા પોઇન્ટ ગોઠવી ૬ શખ્સને પકડી લેવાયા

રાજકોટઃ કોરોના સંદર્ભે લોકડાઉનનો અમલ કરાવવા પોલીસ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરે છે. તો સાથોસાથ હવે ખાસ પ્રકારના બાયનોકયુલર (દૂરબીન)નો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. આવા અદ્યતન દૂરબીન સાથે કર્મચારીઓને અલગ-અલગ ધાબા પોઇન્ટ પર ફરજ આપી છે. ત્યાંથી તેઓ દૂર સુધી કોઇપણ આટાફેરા કરતું હોઇ તો દેખાઇ જાય છે. જેની જાણ જે તે અમલદારને કરવામાં આવે છે અને શેરીઓ ગલીઓમાં આટાફેરા કરતાં શખ્સોને પકડી લેવામાં આવે છે. દૂરબીનની મદદથી આજે ૬ શખ્સો પ્રશાંત રમેશભાઇ અકબરી (ઉ.૩૦-રહે. લાલપાર્ક), કલ્પેશ દિલીપભાઇ નથવાણી (ઉ.૩૯-રહે. શિવશ્રધ્ધા સોસાયટી), ચંદુ જીવરાજભાઇ વેકરીયા, પરેશ દામજીભાઇ ગધેસરીયા, ઋષી ચંદુભાઇ વેકરીયા, પ્રેયેશ જમનભાઇ વાગડીયાને પકડી લેવાયા હતાં.

(4:07 pm IST)