Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ક્ષોર કર્મ ધંધાદાર સમિતિ ત્થા વાળંદ સેવા સમાજ દ્વારા સેવાકાર્ય

રાજકોટ :.. શ્રી ક્ષોર કર્મ ધંધાદાર સમિતિ તથા શ્રી વાળંદ સેવા સમાજ દ્વારા વાળંદ સમાજનાં જરૂરીયાત મંદ પરિવાર ને અનાજ કરીયાણાની કિટ ત્થા વધારે જરૂરીયાત મંદ પરિવારને રોકડ સહાય પણ આપેલ છે. અત્યાર સુધીમાં સમાજ દ્વારા ૧પ૦૦ કીટનું વિતરણ કલેકટરશ્રીના નિયમ મુજબ કરેલ છે. આ સમાજના ૩૦ કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવેલ છે. આ કાર્ય પ્રેરીત આ સેવાકીય યજ્ઞ રાજકોટ વાળંદ સમાજે કરેલ છે. આ નોંધ ગુજરાતના તમામ વાળંદ સમાજે લીધેલ છે. કોઇ પણ અન્ય સંસ્થા પાસેથી દાન લીધેલ નથી તેની તમામ વાળંદ સમાજનો સભ્યોએ નોંધ લેવી. તેમ શ્રી ક્ષોર કર્મ ધંધાદાર સમિતિ પ્રમુખ અરવિંદભાઇ કે. સોલંકી, ઉપપ્રમુખ નીતીનભાઇ એન. રાઠોડ વાળંદ સેવા સમજ પ્રમુખ દેવુભાઇ કે. વાજા, ઉપપ્રમુખ મગનભાઇ ગોહેલે જણાવ્યું હતું. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:06 pm IST)