Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ગાયત્રી મેડીકલ સેન્ટર દ્વારા ફ્રી હોમ ડીલીવરીની સેવા

રાજકોટ : કોરોનાના કારણે હાલ લોકડાઉન લાગુ છે. ત્યારે લોકોને દવા મેળાવવામાં મુશ્કેલી ન પડે તે માટે અહીંના  વિદ્યાનગર મેઇન રોડ પર આવેલ ગાયત્રી મેડીકલ સેન્ટર દ્વારા કલેકટરશ્રી, પોલીસ કમિશ્નરશ્રીની સુચનાઓને અનુસરીને વોટસએપના આધારે દવાનું વેંચાણ શરૂ કરાયુ છે. વોટસ એપ નં.૮૭૮૦૭ ૬૨૬૩૩) ઉપર દવાનો ઓર્ડર ડોકટરના પ્રિસ્ક્રીપ્સન સાથે મોકલવાથી ફ્રી હોમ ડીલીવરી કરી અપાય છે. દવા બિલની ચુકવણી કેશ ઓન ડિલીવરી અથવા ઓનલાઇન કરી શકાય છે. દવાઓનું વિતરણ કાર્ય મ્યુ. કોર્પોરેશનના એપ્રુવ સ્ટાફ સચીનભાઇ મો.૯૩૨૮૧ ૦૧૧૧૦ તથા મનીષભાઇ મો.૯૮૨૪૬ ૫૦૫૨૪ દ્વારા ઓર્ડર આપ્યાના ર કલાક અંદર કરવામાં આવશે. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:06 pm IST)