Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

લોઠડા, પીપલાણા, પડવલા, ઈન્ડસ્ટ્રીયલ એસો. દ્વારા રાહતફંડમાં ૫ લાખ અર્પણ

મજૂરોને ભોજન, દવા, અનાજ કીટ પણ અપાઈ

રાજકોટ : કોરોનાની મહામારીને પહોંચી વળવા લોઠડા, પીપલાણા અને પડવલા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાં ૫ લાખનો ચેક અર્પણ કરાયો હતો. લોઠડા, પીપલાણા અને પડવલા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ જયંતીલાલ સરધારા, ઉપપ્રમુખ સંજયભાઈ કાછડીયા, સેક્રેટરી ભાવેશભાઈ બાલધા અને ટ્રેઝરર વિઠ્ઠલભાઈ બુસાની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયુ છે કે આ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનમાં અંદાજે ૭૦૦થી વધુ ઉદ્યોગોનો સમાવેશ થયેલ છે ત્યારે આ કારખાનાઓમાં કામ કરતા મજૂર વર્ગને ભોજન, દવા, રાશન સહિતની જરૂરીયાત મુજબની સામગ્રીઓ પણ પૂરી પાડવામાં આવી છે. આ રાહતફંડમાં ઉદ્યોગપતિઓ નાથુભાઈ આણદાણી, કિશોરભાઈ સોરઠીયા, અરવિંદભાઈ બેડીયા, રામજીભાઈ હરસોડા, અશોકભાઈ વેકરીયા, કૌશિકભાઈ ખુંટ, સુરેશભાઈ વણપરીયા સહિતના ઉદ્યોગકારોનો સહયોગ સાંપડ્યો હોવાનું અંતમાં જણાવાયુ છે.

(3:58 pm IST)