Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

વોર્ડનં.૫માં માનવ સેવા

 રાજકોટ અહિંના વોર્ડનં.૫ના નગરસેવીકા દક્ષાબેેન ભેંસાણીયા, અરવિંદભાઇ ભેંસાણીયા તથા (પુષ્ટીયમાર્ગી) રાજકોટ વૈશ્નવ પરિવાર તેમજ તેમના ગ્રુપ  તરફથી રોજે રોજ ૪૫૦ થી ૫૦૦ કિલો ગુંદી-ગાઠીયાની કીટ બનાવી જરૂરીયાત મંદ લોકોને ત્યાં જઇ વિતરણ કરવામાં આવી રહયું છે. વોર્ડ નં.૫ સિવાયના વિસ્તાર જેવા કે માલીયાસણ ,મોરબી રોડ, ભઠ્ઠાવાળા મજુરો નવા માર્કેટીંગ યાર્ડ તેમજ કોઠારીયા રોડ- સોલવન્ટમાં રહેતા ગરીબ લોકોને કુટુંબ સાથે રૂબરૂ થઇ માનવ સેવા બજાવી રહયા છે. જરૂરીયાત મંદોએ અરવિંદભાઇ ભેસાણીયાનો મો.૯૩૭૪૫ ૭૧૪૦૦ ઉપર સંપર્ક કરવા કોર્પોરેટર દક્ષાબેનની યાદીમાં જણાવાયું છે.

(3:17 pm IST)