Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ગરમ પાણી ચાઈની જેમ પીવો- નાકમાં ઘી લગાડો- કાનમાં રૂ ના પુમળા ભરાવો- ભુખ્યા પેટે સવાર સાંજ આદુનો રસ પીવો- આદુ અજમો લાજવાબ

ગળાના રક્ષણ માટેઃ- પાણીને ચાઇ જેટલું ગરમ કરીને ચાઇની જેમ  ઘુંટડે ઘુટડે દિવસમા ઓછામાં ઓછા ત્રણથી ચાર વખત પીવાનો આગ્રહ રાખવો જોઈએ.ગરમ પાણી પીવાથી શરદી, ઉધરસ, કફ ઉપરાંત કબજિયાતમાં પણ રાહત મળે છે.પેટ પણ સાફ આવે છે. બહારથી જયારે ધરે આવીયે ત્યારે સાબુથી હાથ ધોયા બાદ તરત જ ગરમ પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ.

નાકના રક્ષણ માટેઃ- ઘરની બહાર નીકળવાનું થાય તો નાકના બન્ને દ્વારમા આંગળીની મદદથી ઘી લગાવી દેવું ઘીની ચિકાશ વાઈરસ માટે મહદઅંશે અવરોધક બને છે. દ્યરે આવ્યા બાદ પાણી ગરમ કરીને તેની વરાળનો નાસ લઈ લેવો જોઈએ.નાસના પોપટના પણ ઉપયોગ કરી શકાય.

કાનના રક્ષણ માટેઃ- કાનના રક્ષણ માટે બન્ને કાનમા રૂ ના પુભંળા ભરાવી દેવા.

રૂમાલનો માસ્ક તરીકે ઉપયોગ કરવોઃ- શરદી ઉધરસનુ વાઈરલ ઇન્ફેકશન ચાલતું હોય ત્યારે ખાસ કરીને નાક,કાન અને ગળાનુ રક્ષણ કરવાનું વધારે મહત્વ આપવું જોઈએ આ માટે મોટી સાઈઝનો રૂમાલ મોઢા ઉપર માસ્ક તરીકે બાંધી જ લેવો. જો શરદી ઉધરસને કારણે ચક્કર આવતા હશે તો તેમાં પણ રાહત થશે ડસ્ટ એલર્જી હશે તો તેમાં પણ રાહત થશે.

પેટની સંભાળ માટેઃ-  લોક ડાઉન ને કારણે આખો દિવસ ઘરમાંજ રહીને જમવા ઉપર નિયંત્રણ રાખી શકયા નહીં હોય એ સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં પેટની સંભાળ માટે સવાર સાંજ ભુખ્યા પેટે આદુનો રસ પીવો જોઇએ તેનાથી પાચનતંત્રની કાર્યક્ષમતામાં વધારો થાય છે.રોગ પ્રતિકારક શકિત વધે છે. શરદીમા પણ રાહત થાય છે. ગરમ પાણી પીવાનો પ્રયોગતો ચાલુ જ રાખવો એ પણ પેટને સાફ રાખવામાં મદદ કરશે.

ચર્ચના પાદરીનો ગરમ પાણીના પ્રયોગોનો અભિપ્રાયઃ- અમદાવાદ- ઓઢવ- વિરાટનગર ચર્ચના પાદરી રેવ.જયોર્જ ક્રિશ્ચયન મોં ૮૨૦૦૩૮૮૦૯૦ પોતાનેા અભિપ્રાય આપતા જણાવે છે ગળામાં કઇક ફસાઈ ગયું હોય તેવું લાગતું હતું તેને કારણે  ભકતોને સ્પીચ આપતી વખતે સ્પીચ દરમિયાન કયારેક-કયારેક વચ્ચે ઉધરસ આવતી હતી. ગરમ પાણીના પ્રયોગથી તેમાં ઘણી બધી રાહત થઈ ગઈ છે.

મેં પણ તા.૧૪/૩/૨૦૨૦ ના ''અકિલા''ના લેખમાં ગરમ પાણી ચાઇની જેમ પીવાનો,ઉપરાંત ભુખ્યા પેટે સવાર સાંજ આદુનો રસ પીવાનો પણ ઉલ્લેખ કરેલો હતો.

 ટુંકમા આપણી આયુર્વેદની ઔષધિઓનો રોગ પ્રતિકારક શકિત વધારવા માટે સહારો લેતોજ લેવાનો

ખાસ નોંધઃ- રાત્રે સુતા પહેલા મીઠાંનાં પાવડર નું બ્રશ કરી, મીઠાંના ગરમ પાણીના કોગળા કરીને ગરમ પાણી પીવાનો આગ્રહ રાખવો જરૂરી છે.જો અન્ય ઔષધિઓ હાથવગી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય.

લેખકઃ અશ્વિન ભુવા,

મો.૮૩૨૦૫ ૫૬૦૧૨, ૯૪૨૮૮ ૮૯૫૬૦

(3:16 pm IST)