Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

એપીએલ કાર્ડધારકોને પણ વિનામુલ્યે અનાજ આપવાના નિર્ણયને આવકારતા ભંડેરી - ભારદ્વાજ

સૌના સહકારથી કોરોના સામે પણ જંગ જીતવાનો આશાવાદ વ્યકત

રાજકોટ તા. ૧૦ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અંત્યોદય અને બીપીએલ બાદ એપીએલ કાર્ડધારકો માટે પણ વિનામુલ્યે અનાજ આપવાની કરેલ જાહેરાતને ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ રૂપાણીએ આવકારેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે એપીએલ-૧ ના કાર્ડધારકો કે જેઓને એનએફએસએ અંતર્ગત અનાજ મળતુ નહોતુ તેવા તમામ૬૦ લાખથી વધુ મધ્યમ વર્ગના લોકોને કુટુંબ દીઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો  ચોખા, ૧ કિલો ખાંડ સરકાર દ્વારા માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામુલ્યે વિતરણ કરાશે.

ગરીબોની સાથે મધ્યમ વર્ગની ખેવના પણ આ સરકાર કરી રહી હોય તેમ આવો નિર્ણય લેનાર ગુજરાત પ્રથમ રાજય બન્યુ છે.

સાથો સાથ હાલ કોરોના વાઇરસ સામેનો જંગ સરકાર અને સમાજ સાથે મળીને લડી રહ્યા છે. ત્યારે તેમાં પણ ચોકકસ સફળ થઇશું તેવો આશાવાદ અંતમાં શ્રી ભંડેરી અને શ્રી ભારદ્વાજે વ્યકત કરેલ છે.

(3:11 pm IST)