Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

પોલીસ-એસઆરપી-હોમગાર્ડ મળી ૩૪૪નું મેડિકલ ચેકઅપઃ ૩૧૨ના નોર્મલ રિપોર્ટ, ૩૨ને વધુ ચકાસણી માટે સુચના અપાઇ

લોકડાઉનમાં ફરજ બજાવનારા તમામનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે હેડકવાર્ટરના એસીપી જી. એસ. બારીયા, પીઆઇ મયુર કોટડીયા અને ટીમોનું અલગ-અલગ તબિબોની ટીમોની મદદથી સતત ચાર દિવસથી કેમ્પીંગ

રાજકોટઃ કોરોનાની મહામારીમાં લોકડાઉનનું કડક પાલન કરાવવા શહેરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સતત રાઉન્ડ ધ કલોક રસ્તાઓ પર, અલગ અલગ ચેકપોસ્ટ પર ફરજ બજાવી રહ્યા છે. આ તમામને કોરોનાના સંક્રમણ સામે રક્ષણ મળે અને કોઇનામાં રોગના લક્ષણો તો નથી ને? તે ચકાસવા પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની અને ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના મુજબ હેડકવાર્ટરના એસીપી  જી.એસ.બારીયા  તથા રીઝર્વ પીઆઇ મયુર કોટડીયા અને હેડકવાર્ટરના સ્ટાફ દ્વારા  છેલ્લા ચાર દિવસથી અલગ-અલગ પોઇન્ટ, પોલીસ સ્ટેશનો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. ગઇકાલે આવો કેમ્પ ટ્રાફિક ભવન તેમજ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો. જેમાં ઇન્ડીયન મેડીકલ એસોશીએશન દ્રારા સ્ટર્લીંગ હોસ્પીટલના ડો.ઘનશ્યામભાઇ દ્યુસાણી,ડો.વિપુલ નકુમ,ડો.સચીન ગોસ્વામીની મેડીકલ ટીમ અને કાર્યકરોની ટીમ દ્રારા રાજકોટ શહેર પોલીસના ૫૦-અધિકારી/કર્મચારી, ૧૦-હોમગાર્ડ જવાનો, ૧૪-ટી.આર.બી. ૧૩ -એસ.આર.પી.એમ કુલ-૯૫ કર્મચારીઓનુ મેડીકલ ચેકઅપ કરવામાં આવેલ હતું. જેમા ૮૫ના રિપોર્ટ નોર્મલ આવ્યા હતાં અને ૧૦-ને વધુ તપાસ માટે સુચન કરાયું હતું. પીઆઇ જે. વી. ધોળા તથા પોલીસ મથકના તમામ સ્ટાફે તપાસણી કરાવી હતી.  ટ્રાફીક ભવન ખાતે ગ્રેટરઙ્ગ રોટરી કલબના સહયોગ થી ડો.અનિલ સાવલીયા, ડો.વિશાલ રાવલ, ડો.સંજય પટેલ, ડો.વિપુલ ભંડેરી, ડો.દેવેશ જોષી, ડો.નિપા જોષી, ડો.નયતી શાહ, ડો.હીતેષ હાપાવાડીયા, ડો.અરવિંદ ભટૃ .આશીષ જાષી. કેતન કટારીયા અને તેમની ટીમ દ્રારા રાજકોટ શહેર પોલીસના ૧૦૧-પોલીસ અધિકારી/કર્મચારીઓ, ૩૩-હોમગાર્ડ જવાનો, ૭૫-ટી.આર.બી., ૧૫-એસ.આર.પી. જવાનો, ૨૫- જી.આર.ડી. એમ કુલ- ૨૪૯ નુ મેડીકલ ચેકઅપ કરવામાં આવેલ હતુ જેમાંથી ૨૨૭ નોર્મલ અને ૨૨ કર્મચારી ઓ ને વધુંઙ્ગ તપાસ માટે સિવીલ હોસ્પિટલ જવા સલાહ અપાઇ હતી. જરૂર જણાય તેઓને રેગ્યુલર દવા અને પોષ્ટીક ખોરાક લેવા સમજ આપવામાં આવી હતી.

(1:03 pm IST)