Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

હોસ્પિટલથી ભાગેલા કોરોનાના શંકાસ્પદને શોધી કાઢનાર હોમગાર્ડ જવાનનું સન્માન

સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાનો શંકાસ્પદ દર્દી ગઇકાલે ભાગી જતાં હોમગાર્ડ જવાન હિરેન જે. લાઠીયાએ ફાયર બ્રિગેડની ટીમ સિવિલ હોસ્પિટલની સિકયુરીટીની મદદથી સીસીટીવી ફૂટેજ ચેક કરી તેને શોધી કાઢ્યો હતો. કેસમાં માત્ર સરનામુ જંગલેશ્વર અને મોબાઇલ નંબર લખેલા હતાં. તેના આધારે પોલીસની પણ મદદ લઇ તેને શોધી કાઢી હોસ્પિટલમાં ખસેડાતા અધિક્ષક ડો. મનિષ મહેતા અને આરએમઓ ડો. એમ. સી. ચાવડાએ હોમગાર્ડ જવાનનું પ્રસસ્તી પત્ર આપી સન્માન કર્યુ હતું. યુનિટ ઓફિસર કમાન્ડીંગ જે. ડી. વ્યાસે પણ હિરેનની કામગીરી વખાણી હતી.

(1:02 pm IST)