Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

બાર.કાઉન્સીલના વકીલ સહાય માટેના ઓનલાઇન ફોર્મ ભરવા રાજકોટમાં ૧૫ વકીલોની ટીમ બનાવાઇ

રાજકોટ, તા.૧૦: બાર કાઉન્સીલના વકિલ સહાય માટેના ઓનલાઈન ફોર્મ ભરવા માટે વકિલોની ટિમ તૈયાર કરવામાં આવી છે અને વકિલો ઓનલાઈન ફોર્મ ભરી આપશે. વકિલો ઓનલાઇન ફોર્મ ભરી આપશે તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા કોરોના વાઇરસને કારણે ફેલાયેલ મહામારીને કારણે ગુજરાત ભરના વકિલો ત્રણ અઠવાડિયાથી પોતાનુ  કાર્ય કરી શકેલ નથી અને હાલની પરિસ્થિતિમાં આર્થિક તંગી અનુભવી રહેલ છે ત્યારે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા  (૧) સને ૨૦૦૬થી નોંધાયેલ એટલે કે ૧૫ વર્ષ સુધીની વકીલાત વાળા વકિલો, તથા (૨) વિધવા ત્યકતા કે નિસંતાન મહિલા વકીલો અને (૩) ૪૫ વર્ષ કરતા વધુ ઉંમર હોય પરંતુ અપરણિત કે નિસંતાન વકીલોએ ઓનલાઈન અરજી કર્યથી વકિલોને ૫,૦૦૦/- રૂપિયા સીધા તેમના બેંકના ખાતામાં જમા કરવાનું કાર્ય સમગ્ર ગુજરાત ભરના વકિલોએ વધાવી લીધેલ છે રાજકોટ શહેર જીલ્લામાં વકિલોને બાર કાઉન્સીલનુ નિયત ફોર્મ ભરવામાં મુશ્કેલી ન પડે તે માટે મદદ કરવા રાજકોટ ડિસ્ટ્રીકટ બાર એસોસિયેશનના પ્રમુખ એન. આર. જાડેજા, રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ બકુલ રાજાણીએ સહાય કરવા ટિમ બનાવી રાજકોટ શહેર અને જીલ્લાના વકિલોને અજય પીપળીયા, મો.નં. ૯૪૨૬૯ ૩૨૦૦૧, સંદિપ વેકરીયા-૯૯૨૫૧૮૮૬૮૩, રાજેશ ચાવડા- ૯૮૨૪૨ ૧૭૧૭૩, ધર્મેશ સખિયા- ૯૯૭૪૯ ૯૦૦૦૭, જયસુખ બારોટ- ૯૮૨૪૨ ૨૫૧૫૯, વિનેશ છાયા-૯૮૭૯૫ ૨૮૦૦૭, કૈલાશ જાની-૯૮૯૮૧ ૫૧૦૩૪, ઇસ્માઇલ પરાસરા-૯૯૨૪૦ ૯૯૧૯૯, વિવેક ધનેશા- ૭૩૫૯૩ ૫૮૪૭૭,  હસમુખ ગોહેલ-૯૯૨૫૨ ૮૯૭૦૮, કિશન રાજાણી-૯૮૯૮૨ ૩૯૩૯૮, રાજેશ ડાંગર-૭૭૭૭૯૦૦૦૫૮, નિલેશ અગ્રાવત-૯૮૨૫૫ ૩૬૦૬૨, વિજય રૈયાણી-૯૯૧૩૪ ૪૩૪૪૫, કેતન મંડ-૯૮૨૪૮ ૮૫૩૪૬, ને વિગતો મોકલવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પુર્વ ચેરમેન દિલિપભાઇ પટેલે જણાવેલ છે.

(11:32 am IST)