Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કપરા સમયમાં પોઝીટીવ રહોઃ સૌને સાથે રહેવા મળ્યું: દોડધામ- પ્રદુષણ ઘટ્યાઃ બિન જરૂરી ખર્ચા ઘટ્યાઃ જીંદગીનું મુલ્ય જાણ્યું

શું મહામારી વિશ્વમાં ખળભળાટ મચાવી રહી છે ત્યારે 'કોરોના'ને થેંકયું કહી શકાય?: મહામારીએ લોકોને કવોલીટી ટાઇમ પસાર કરવાની તક આપીઃ 'બી પોઝીટીવ' અભિગમ દાખવવો જરૂરી

રાજકોટઃવાંચીને આશ્યર્ય થશે અને બની શકે કે ઘણાલોકોને મારા પર ગુસ્સો પણ આવે. સ્વાભાવિક છે, આવડી મહામારી જયારે આખા વિશ્વને હચમચાવી રહી છે, એવી મહાનારીને લોકો ગાળો આપતા થાકતા નથી, એને Thank you???

ખરેખર વાત એવી છે કે, આપણે બધા જાણીએ છીએ કે જે થાય એ સારા માટે અને કઈ ને કાઈ

કારણથી થતું હોય છે, અને દરેક ઘટનામાં કંઈક તો positive હોય જ છે. છેલ્લા થોડા સમયથી હું પણ મારી સાથે બનતી દરેક ઘટનામાંથી જેટલું બને એટલું positive ગોતવાની કોશિશ કરી રહી છું અને આ જ કોશિશમાં મને આપણી અત્યારની પરિસ્થિતિમાંથી પણ ઘણી positive બાબતો મળી છે, તો થયું કે લાવો આ વિચારો બને એટલા લોકો સુધી પહોચાડો એમને પણ આવું વિચારવા અને હકારાત્મક રહેવા વિનંતિ કરી જોઈએ.

સૌપ્રથમ તો આ જે લોકડાઉનના લીધે ઘરમાં કેદ થવાની પરિસ્થિતિ આવી છે, એના વિશે વિચાર્યે તો, ઈશ્વરનો આભાર કે આપણી પાસે ધરમાં કેદ થવા માટે ધર છે, જે બીજા ઘણા લોકો પાસે કદાચ નથી.

આ ઘર હોવાના કારણે જ આપણે ઘરના લોકો સાથે સારો એવો lockdown આપણે માણી શકીએ એવી તક છે. એવો સમય કે જે કોઈપણ ઉંમરની વ્યકિતને છેલ્લા ઘણા સમયથી નતો મળ્યો. આજની ભાગતી જિંદગીમાં, અભ્યાસ કરતા દોકરા/દીકરીની વાત કરીએ ક કમાતા માતા/પિતાની, બધાના (schedule) એટલા તો busy થઈ ગયા છે કે, કયારેક નવરાશની પળો મળે, તો એમાં શું વાતો કરવી એ પણ નથી ખબર હોતી. આવી busy life માંથી એવું તો vacationમળ્યું છે આપણને કે જેમાં નથી બાળકોને પરીક્ષાનું કાઈ ટેન્શન કે નથી પપ્પાને કમાવવાની ચિંતા, નથી જલ્દી સુઈ જવાની કે જલ્દી જાગવાની ઉપાધિ, કોઈtv શો કે meeting ચુકાઈ જવાની પણ કોઈ જ ચિંતા નઈ, જયારે જે મૂવી જોવું હોય તે tv કે ફોનમાં ચાલુ કરીને માણી શકોએ, છે ને મજાની વાત??

તે ઉપરાંત બધા પરિવારની સાથે હળીમળી ઘણા ગપ્પા મારતા મારતા, કયાંકને કયાંક એકબીજાને સમજતા થયા છે, તમને પણ આવું જ અનુભવાતું હશે, ખરું ને?? ખાસ કરીને અત્યારના આકરા ભણતરમાંથી છુટકારો મેળવી, બાળકી દાદા/દાદો પાસેથી વાર્તાઓ સાંભળતા થયા છે. બધા સાથે મળીને ઘરકામ અને રસોઈ શીખતાં અને કરતા પણ જોવા મળે છે, એટલે મમ્મીઓ પણ વેકેશન માણી શકે છે ખરા. તમારા ધરમાં પણ આવું જ કંઈક વાતાવરણ હશે, ખરું ને?? જો જવાબ ના હોય, તો વધુ વિચાર્યા વગર આમાંથી જે પ્રવૃત્ત્િ। કરવા લાયક જણાય એ કરવા જ માંડો અને ઘરને પ્રકૃલ્લિત કરી દો.

આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો એક રીતે જોતા અમીર ગરીબ બધાની પરિસ્થિતિ સરખી જ જણાય રહી છે, કેમકે બધાની જરૂરત પ્રમાણે રૂપિયા ઓછા પડી રહ્યા છે. ખરેખર જોઈએ તો કઈ ચીજ-વસ્તુ માટે પૈસા વાપરવાની ખરેખર જરૂર છે, અને કયાં પૈસા વેડડડાઈ રહ્યા છે એ સમજણ કેળવાઈ રહી છે. તો એના માટે પણ સૌથી પહેલા ઈશ્વરનો આભાર કે કમ સે કમ આપણી પાસે આપણી પ્રાથમિક જરૂરિયાતો પુરી કરી શકીએ એટલા નાણાં છે. બીજાને પણ કામ આવી શકીએ તો એના જેવું સદભાગ્ય અત્યારે બીજું શું હોઈ શકે? તદુપરાંત આપણી ખરી જરૂરિયાત કેટલી છે અને એ કેટલા ઓછા નાણાંમાં સંતોષી શકાય એમ છે, એ ખ્યાલ આવતો થયો છે. ખૂબ અગત્યની બાબત કે સમજમાં દેખાડો કરવા ખર્ચાતા રૂપિયા પર કાપ આવ્યો છે. યુવાનો અને નાના બાળકો પણ રૂપિયાનું અને વસ્તુઓનું ખરું મૂલ્ય સમજતા થયા છે, જે તેમની આવનારી જિંદગીમાં ઘણું ઉપયોગી પુરવાર થઇ શકે એમ છે. ઉપરાંત જયારે અમીર કે ગરીબ કોઈ આમાંથી બચી નથી શકયા એટલે, રૂપિયા કરતા જીવન કેટલું મહામુલું છે, એ ખૂબ જ સહેલાઇથી આ બીમારી સમજાવી રહી છે.

લોકો વધુને વધુ health conscions થતા જણાય છે, માત્ર આ બીમારીને લઈને જ નહીં, પરંતુ સામાન્ય જીવનમાં પણ ફોટ રહેવું કેટલું જરૂરી છે અને એના માટે શું કરી શકાય/કરવું જોઈએ એ સમજતા થયા છે. 'જાન હૈ તો જહાં હૈ' હિન્દી મુહાવરાનો live telecast આખી દુનિયામાં થઈ રહ્યો છે, બરાબર ને?? એટલે એટલું કઈ શકીએ કે જે વાઇરસ દેખાતો નથી, એણે બધાની આંખો અવશ્ય ખોલી દીધી છે.

વાહનોનો વપરાશ ઘટતાં સ્વભાવિક રીતે જ પેટ્રોલનો વપરાશ પણ એટલો જ ઘટ્યો છે, જેનાથી પ્રદુષણ પણ ઘણું ઘટ્યું છે, અને વાતાવરણ પર પણ સારી અસર પડતી જણાય રહી છે.

દેશની વાત કરીએ તો, સૌ પ્રથમ ભારતમાં આપણને જન્મ મળ્યો છે, એના માટે ઈશ્વરનો આભાર. કારણ કે, જયારે આ મહામારીએ આખા વિશ્વને હચમચાવી દીધું છે અને વિકસિત દેશો પણ હાર માનવા લાગ્યા છે ત્યારે વિકાસશીલ દેશ હોવા છતાં ઘણી સારી રીતે મહામારીનો સામનો કરી ભારત ખૂબ સારું એવું ઉદાહરણ પુરુ પાડી રહ્યું છે. લોકડાઉન, ૨૨ માર્ચ (ડોકટર અને અન્ય સેવા પૂરી પાડતા કર્મચારીઓનો આભાર વ્યકત કરવા તાલી તથા થાળીઓનો નાઇ) અને ૫ એપ્રિલ (દિવા કરી વાતાવરણ શુધ્ધ કરવા અને લોકડાઉનમાં સારો સહકાર આપવા નાગરિકોનો આભાર માનવા). આ બધા માટે આપણા પ્રધાનમંત્રીએ કરેલી વિનંતીને સંપુર્ણ દેશ એ જે એકતા બતાવી છે, એ ઘણી મહત્વની અને નોંધનીય કહી શકાય. લાગે છે કે ભવિષ્યમાં ગર્વથી આપણે કહી શકીશું કે 'જયારે આખું વિશ્વ ડગમગી રહ્યું હતું, ત્યારે મારુ ભારત ઝગમગી રહ્યું હતું'.

દેશ જયારે આપણી માટે આટલું કરી રહ્યો છે, ત્યારે એક વિનંતી કરવા જરૂર ઇચ્છીશ, કે હવે જયારે પણ કોઈપણ વસ્તુની ખરીદી કરીએ તો બને ત્યાં સુધી સ્વદેશી વસ્તુની ખરીદી કરી, જેથી દેશને તથા આપણા દેશના નાના મોટા તમામ ધંધાર્થીઓને આર્થિક મુશ્કેલીમાંથી બચાવી શકીએ અને દેશને સાથે મળીને આગળ લાવી શકીએ, આપણામાંથી ઘણાખરા લોકો સ્વદેશમાં જ કમાઈએ છીએ, તો ચાલો આપણને જ મદદરૂપ થવાની કોશિશ કરીએ.

ઇશ્વરને એ જ પ્રાર્થના કે આપણા દેશની આ એકતા અટલ રહો અને આ દિવસોમાં આપણને બધાને હકારાત્મક અને ખુશ રહેવાની શકિત આપે. અને જયારે આટલું બધા કારણો છે હકારાત્મક રહેવાના તો ડરવાની કે મુંજાવવાની કાઈ જરૂર જ નથી રહેતી, ખરૃં ને??

આવા સમયમાં પણ આપણી સેવા અને સલામતી માટે સતત કાર્યરત રહેતા સરકાર તેમજ દેશના દરેક કર્મચારીઓને મારા પ્રણામ અને ધન્યવાદ. ઈશ્વર એ બધાને પણ સલામત રાખે એવી પ્રાર્થના.

જો આ વાતોમાં તમે મારી સાથે થોડા પણ સહમત હોય, તો ચાલો સાથે મળીને કહીએ, Thank you corona અને બને એટલા positive રહીએ.

આલેખન

-ઇશા હિતેશભાઇ તન્ના

(10:40 am IST)