Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

જૈન વિઝન દ્વારા '૨૧મી સદીમાં જૈન દર્શન' વિષય ઉપર હેમુ ગઢવીમાં આજે ઉદબોધન

કાજલ ઔઝા વૈદ્ય, અંકિત ત્રિવેદી તથા જવલંત છાયા વકતા

રાજકોટ, તા.૧૦: ચરમ અને પરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાંક મહોત્સવ અંતર્ગત સાંપ્રત સમયમાં પણ ભગવાન મહાવીરનું માંગદર્શન સકલ વિશ્વને હિતકારી છે.

ચરમ અને પરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ અંતર્ગત સૌરાષ્ટ્રની સુવિખ્યાત સંસ્થા જૈન વિઝન દ્વારા અનેક વિવધ કાર્યક્રમો જાહેર કરેલ છે તે પૈકી આજે  બુધવારે ૨૧મી સદીમાં જૈન દર્શન ઉપર ખ્યાતનામ વકતાઓ કાજલ ઓઝા વૈધ, અંકિત ત્રિવેદી અને જલવંત છાયા પોતાની આગવી શૈલીમાં ઉધબોધન કરશે.આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને જયોતીન્દ્રભાઈ મેહતા બીરાજમાન થશે. કાર્યક્રમનું ઉદઘાટન નાગરિક બેન્કના ચેરમન નલિનભાઈ વસા કરશે. મુખ્ય મહેમાન તરીકે અપૂર્વભાઈ મણીયાર,ડો.મેહુલભાઈ રૂપાણી, ડો.હિરેનભાઈ કોઠારી, ડો.અમિતભાઇ હપાણી, ડો.પારસભાઈ શાહ, ઋષભભાઈ શેઠ, પારાશભાઈ ખારા, મિતુલભાઈ વસા સહિતના સામાજિક રાજકીય મહાનુભાવો તથા સંઘ પ્રમુખો, જૈન આગેવાનો ઉપસ્થિત રહેશે.

સમગ્ર મહોત્સવના પ્રોજકેટ ચેરમન જય ખારા અને જય કામદારે મહાવીર પ્રેમીઓને ઉમટી પડવા હાકલ કરી છે. આજે હેમુ ગઢવી નાટયગ્રહ ખાતે રાત્રીના ૮:૪૫ કલાકે યોજતા કાર્યક્રમના ફ્રી પાસ મેળવવા તેમજ વિશેષ માહિતી માટે ૯૭૨૭૨ ૧૧૯૩૮, ૯૮૨૫૦ ૭૭૪૮૧, ૯૩૨૮૮ ૪૪૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનવા ટીમ જૈન વિઝન, લેડીસ - જેન્ટસ સહિત ૨૦૦થી પણ વધુ કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:59 pm IST)