Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

સ્કુલ વીથ સ્કીલ અંતર્ગત ગ્લોબલ ઇન્ડીયન સ્કુલ દ્વારા બેઇઝ કન્સેપ્ટ માટે ર૬મીથી ફ્રી ડેમો સ્કુલનું આયોજન

પ્લે હાઉસથી ધો. ૪ માં કોઇપણ બાળકોને ડેમો સ્કુલમાં જોડાવા ટ્રસ્ટનો અનુરોધઃ નિયંત ભારદ્વાજ અને સંજય વાઘરના નેતૃત્વમાં નમૂનેદાર આયોજન

રાજકોટ : ગ્લોબલ ઈન્ડિયન સ્કુલ દ્વારા ફ્રી ડેમો સ્કુલનંુ આયોજન થયું છે. તેની ''અકિલા'' કાર્યાલય ખાતે માહિતી આપતા નિયંત ભારદ્વાજ, સંજય વાધર, રીચાબેન બગા, સીમરનબેન મોટવાણી નજરે પડે છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

રાજકોટ, તા. ૧૦ : એજ્યુકેશન હબ તરીકે ઉભરતા રાજકોટ શહેરમાં ગત વર્ષે બાળકોમાં કૌશલ્ય ઝળકાવતી સ્કુલનું નિર્માણ થયું છે. સ્કુલ વિથ સ્કીલ અંતર્ગત ગ્લોબલ ઈન્ડિયન સ્કુલનું કુવાડવા રોડ, સુવિધા રેસીડન્સી, ડિ-માર્ટ પાછળ શરૂ થઈ છે.

ગ્લોબલ ઈન્ડિયન સ્કુલના શ્રી નિયંત ભારદ્વાજે ઈન્ડિયન ગ્લોબલ સ્કુલ વિશે માહિતી આપતા જણાવ્યુ હતું કે, પ્લે હાઉસથી ધો.૪ સુધીના બાળકોનો પાયો મજબૂત થાય તે માટે ગ્લોબલ ઈન્ડિયન સ્કુલ દ્વારા તા.૨૬થી ૫ મે સુધી પ્લે હાઉસથી ધો.૪ સુધીના બાળકો માટે ફ્રી ડેમો સ્કુલનું આયોજન કર્યુ છે. નવા જ પ્રકારના વાતાવરણમાં ખાસ ડિઝાઈન કરેલ ગ્લોબલ ઈન્ડિયન સ્કુલ દ્વારા તમામ બાળકોને ફ્રી ડેમો સ્કુલમાં પ્રવેશ મેળવવા અનુરોધ કરેલ છે. સ્કુલીંગ વીથ સ્કીલ્સ તેમજ નો બેગ સ્કુલની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે.

નિયંત ભારદ્વાજે વધુમાં જણાવેલ કે, વેકેશનમાં બાળકો આનંદથી કંઈક શીખવા મળે તે માટે તા.૨૬ એપ્રિલથી ૪ મે સુધી ડેમો સ્કુલ ગ્લોબલ ઈન્ડિયન સ્કુલ, શિવધારા રેસીડેન્સી, શ્રી બંગલો પાસે ડિ-માર્ટ પાછળ, કુવાડવા રોડ, રાજકોટ ખાતે યોજાશે.

ડેમો સ્કુલમાં પ્લે હાઉસ, નર્સરી અને એચ.કે.જી.ના બાળકોને શ્લોકસ, ૨૦૦ અંગ્રેજી શબ્દો, લેટર સાઉન્ડ, રીધમ, સ્ટોરીઝ, નંબર્સ, આલ્ફાબેટ્સ, આર્ટ એન્ડ ક્રાફટ એકટીવીટી, સેપ્સ એન્ડ કલર્સ, ડે ઓફ ધ વીક, મંથ ઓફ ધ યર તેમજ ધો.૧ થી ૪ માટે ફોરેન લેંગ્વેજ, ૫૦૦ અંગ્રેજી શબ્દ, જનરલ સાયન્સ, ૧ ટુ ૫૦ ટેબલ્સ, ઈન્ડિયન ગ્રાફીકસ, ઈન્ડિયન હિસ્ટ્રી, ઈન્ડિયન જીઓગ્રાફી શીખવવામાં આવશે.

બાળકોને વેકેશનમાં મોજ કરતા કરતા વધુ નવું કંઈક શીખી શકે અને વેકેશનનો આનંદ માણી શકે એ માટે પ્લે હાઉસ, નર્સરી, એલ.કે.જી., એચ.કે.જી. અને ધો.૧ થી ૪ સુધીના તમામ બાળકોને આમંત્રણ પાઠવવામાં આવે છે.

ફ્રી રજીસ્ટ્રેશન માટે વેબસાઈટ પર ફોર્મ ભરી દેવા www.gisrajkot.org/demoschool.

આ ડેમો સ્કુલને સફળ બનાવવા માટે રીતુબેન, જુડભાઈ, પ્રિયાબેન, અલેફીયાબેન, બિલ્કીસબેન, પારૂલબેન, કોમલબેન, રીચાબેન, સમીનાબેન, સીમરનબેન, શિવાનીબેન, પાયલબેન, બ્રીજેશભાઈ, પાર્થભાઈ, ચૈતન્યભાઈ, અનીસભાઈ અને હેમાંગભાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ ડેમો સ્કુલમાં પ્રવેશ મેળવી વેકેશનનો આનંદ માણવા માટે પ્લે - હાઉસથી ધો.૪ સુધીના તમામ બાળકોને ગ્લોબલ ઈન્ડિયન સ્કુલના ટ્રસ્ટીઓ ડો.નેહલ શુકલ (પ્રેસીડેન્ટ), ડો.મેહુલ રૂપાણી (મેનેજીંગ ટ્રસ્ટી), નિયંત ભારદ્વાજ તથા સંજય વાઘરે આમંત્રણ પાઠવ્યુ છે.

(3:53 pm IST)