Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

હાર્મોનિયમ, ગાયન, તબલા, કથ્થક ઓર્ગન પરીક્ષામાં પુજીત ટ્રસ્ટની સપ્તસૂર સંગીત વિદ્યાલયના તારલા ઝળહળ્યા

રાજકોટ : અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ તથા બૃહદ ગુજરાત સંગીત સમિતિ દ્વારા નવેમ્બર ૨૦૧૮ માં લેવાયેલ હાર્મોનિયમ, ગાયન, તબલા, ઓર્ગન, કથ્થકની પરીક્ષાઓમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના સપ્તસુર સંગીત વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સુંદર દેખાવ કર્યો હતો. જાહેર થયેલ પરિણામો મુજબ હાર્મોનિયમ પ્રારંભિકમાં વંશ ધિરેનભાઇ આડઠકકર, બરખા બૈજુભાઇ જોષીપુરા, પ્રિતિ રમેશભાઇ વાજા, હાર્મોનિયમ પ્રવેશિકામાં પ્રથમ ખાલપાડા કાવ્યા, તબલા પ્રવેશિકામાં પ્રથમ ઘોડાસરા સિયાંશ, આર્યન ગોપાલભાઇ ભટ્ટ, તબલા પ્રવેશિકા પૂર્ણમાં હર્ષિલ સ્નેહલભાઇ માવાણી, તબલા પ્રારંભિકમાં  ક્રિશ રમેશભાઇ વાજા, મહેશ રમેશભાઇ રાઠોડ, ગાયન પ્રારંભિકમાં ગોહિલ પ્રિયા સુરેશભાઇ, સોઢા નંદિની સંદિપભાઇ, સચદેવ પલ યોગેશભાઇ, ગાયન પ્રવેશિકા પ્રથમમાં સર્વદા કિન્નરભાઇ આચાર્ય, મુસ્કાન ધિરેનભાઇ આડઠકકર, ત્રિશા સ્નેહલભાઇ માવાણી, ગાયન પ્રવેશિકા પૂર્ણમાં વ્યાસ મેઘા હિરેનભાઇ, કથ્થક પ્રારંભિકમાં પંડયા ધ્રુમિ મિતેશભાઇ, શાહ વ્યોમા વિરલભાઇ, આચાર્ય રિતિદા કીન્નરભાઇ, સીસોદીયા હિમાની યોગેશભાઇ, રાજકોટીયા હિમા મુકેશભાઇ, મહેતા ઉર્વીશા મિલનભાઇ, કથ્થક પ્રવેશિકા પ્રથમમાં ઠકકર રિયા એચ. શાહ, લજજાબેન પ્રતિકભાઇ, કથ્થક પ્રવેશિકા પૂર્ણમાં કારીયા તનીષ્કા ભાવીનભાઇએ શ્રેષ્ઠ પરિણામ મેળવતા ચોમેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે ૪-આફ્રિકા કોલોની, અમૃતા સોસાયટી મેઇન રોડ, ૧૫૦ ફુટ રીંગરોડ (ફોન ૦૨૮૧ ૨૫૭૬૬૯૪) ખાતે આવેલ સપ્તસુર સંગીત વિદ્યાલયમાં દરરોજ બપોરે ૪.૪૫ થી સાંજે ૭.૪૫ વિવિધ વાદ્યો ઉપરાંત કથ્થક, નૃત્ય, ગાયન સહીતની તાલીમ નજીવા દરે અપાય છે. જેનું સંચાલન ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી તથા અમિનેષભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સરોજબેન આચાર્ય તથા શિતલબેન સુરાણી સંભાળી રહ્યા છે. હાર્મોનિયમ અને ગાયન વિભાગમાં ડોલરભાઇ ઉપાધ્યાય, તબલા વિભાગમાં રોહનભાઇ દવે, ઓર્ગન વિભાગમાં જનકભાઇ વડેરા, કથ્થક વિભાગમાં નીતાબેન મેર વગેરે સહીત સંગીત શિક્ષકો  દ્વારા પાયાથી લઇ વિશારદ સુધીની તાલીમ અપાઇ રહી છે.

(3:47 pm IST)