Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

રાજકોટ લોકસભાઃ ઉમેદવારોના ખર્ચની ચકાસણી ૧૨-૧૬-૨૦ એપ્રિલ થશે

રાજકોટ, તા. ૧૦ એપ્રિલ રાજકોટ સંસદીય મત વિસ્તાર પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના ચૂંટણી ખર્ચના હિસાબોની ચકાસણી કરવા માટે નોડલ અધિકારી (ખર્ચ) અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ત્રણ તારીખો નિયત કરવામાં આવી છે. તા. ૧૨ માર્ચ, ૧૬ માર્ચ અને ૨૦ માર્ચના રોજ જિલ્લા પંચાયતના કોન્ફરન્સ રૂમમાં સવારે ૧૦.૦૦ થી સાંજના ૦૫-૦૦ વાગ્યા સુધી ઉમેદવારોના ચૂંટણી ખર્ચના હિસાબોની ચકાસણી કરવામાં આવશે તેમ ડીડીઓ શ્રી અનિલ રાણાવસિયાની યાદીમાં જણાવાયું છે.

(3:43 pm IST)