Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

એરપોર્ટ ઉપર નરેન્દ્રભાઇએ કમલેશને હળવા મુડમાં કહયુ કે શરીર કેમ ઉતારતો નથી

આજે સવારે૧૦ આસપાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી રાજકોટ એરપોર્ટ ઉપર આવી  પહોંચ્યા ત્યારે ભાજપ તરફથી શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઇ  મીરાણી, ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્યશ્રી અરવિંદભાઇ  રૈયાણી અને રાજકોટના મેયરશ્રી બીનાબેન આર્ચાયએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ. શ્રી નરેન્દ્રભાઇ  ખુબ જ રીલેકસ મુડમાં હતા.  કમલેશ મિરાણીને જોઇને નરેન્દ્રભાઇએ કહયું કે તને ગયા વખતે પણ કહેલ  પણ તે શરીર કેમ ન ઉતાર્યું  નથી? શરીર ઉતારવાનું શરૂ કરી દે મને ચિંતા થાય છે. હવે ફરી આવુ ત્યારે અચુક શરીર ઉતારી નાખજે. આમ નરેન્દ્રભાઇ શહેર ભાજપના નેતાઓને ખુબ જ હળવા મુડમાં એરપોર્ટ ઉપર મળ્યા હતા.

(1:50 pm IST)
  • દાહોદ ભાજપમાં ભડકો: જિલ્લા પંચાયતના સભ્ય ચંદ્રભાણસિંહ કટારા કોંગ્રેસમાં જોડાયા access_time 12:31 am IST

  • બિહારના મુંગેરમાં ઉમેદવારી કરવા આવેલ બસપા ઉમેદવારની પોલીસે કરી ધરપકડ :મોકામાંથી આવેલ પોલીસે સ્થાનીક પોલીસના સહયોગથી કુમાર નવનીત હિમાંશુની ધરપકડ કરી :વર્ષ 2018માં મોકના પોલીસ સ્ટેશન હેઠળ લૂંટફાટ અને મારપીટનો આરોપ: દહેજ ઉત્પીડનનાં એક કેસમાં તે ફરાર હતો access_time 1:20 am IST

  • મ્યુ.કોર્પોરેશનમાં મિલ્કત નામ ટ્રાન્સફરની અરજીનાં ઢગલા : મ્યુ.કોર્પોરેશનની વેરા શાખામાં ૧ એપ્રિલ ૨૦૧૮થી ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં ૪૫૨૫, ઇસ્ટ ઝોનમાં ૩૦૮૯ તથા વેસ્ટ ઝોનમાં ૫૮૬૧ સહિત કુલ ૧૩,૪૭૫ મિલ્કત નામ ટ્રાન્સફરની અરજીઓ આવી : ૧૫૦૦ અરજીઓ પેન્ડિગઃ તંત્રને રૂ.૩૪.૩૬ લાખની આવક access_time 3:50 pm IST