Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

કેમીસ્ટ એસોસીએશન રાજકોટની સમગ્ર કારોબારી બિનહરીફ ચૂંટાયેલ જાહેર થઈ

ગત ટર્મના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષ દેસાઈની આગેવાનીમાં દવા બજારના સિમાચિન્હરૂપ કામો થયા

ટર્મ ૨૦૧૯ થી ૨૦૨૨ માટે કેમીસ્ટ એસોસીએશન રાજકોટની ચૂંટણી જાહેર થઈ હતી : જેમાં ૨૫ સભ્યોની કારોબારી માટે ૨૫ જ ઉમેદવારી ફોર્મ ઉપડ્યા હતા : જે તમામ ફોર્મ આજરોજ માન્ય રહેતા ૨૫ સભ્યોની સમગ્ર કારોબારી બિનહરીફ જાહેર થયેલી છે : કેમીસ્ટ એસોસીએશન રાજકોટમાં હાલની સભ્ય સંખ્યા ૮૭૦ જેટલી છે : નવી કારોબારીના પદાધિકારીઓની નિમણુંક ચૂંટણી કમિશ્નર તથા સહાયક ચૂંટણી કમિશ્નરોની હાજરીમાં ગુરૂવારના રોજ થનાર હોવાનું સહાયક ચૂંટણી કમિશ્નર સંજયભાઈ ઉનડકટે 'અકિલા'ને જણાવ્યું હતું

મુખ્ય ચૂંટણી કમિશ્નર નશરૂદ્દીનભાઈ પરબતાણી, સહાયક ચૂંટણી કમિશ્નરો સંજયભાઈ ઉનડકટ તથા ભરતભાઈ મહેતા, મયુરસિંહ જાડેજા - જય આશાપુરા મેડીકલ, અનિમેષ દેસાઈ - આદિનાથ ડિસ્ટ્રીબ્યુટર, અમિત મજીઠીયા - સ્મિત મેડીકલ, અંકિત કાછેલા - આનંદમયી મેડીકલ, બાબુલાલ ભુવા - વિવેક ફાર્મા ડિસ્ટ્રીબ્યુટર્સ, ભુપેશભાઈ તન્ના - ભુપેશ મેડીસીન, ભરતભાઈ પટેલ - ન્યુ શ્રીજી મેડીકલ, છગનભાઈ કટારીયા - વિવેક ફાર્મા, હિતેશભાઈ પટેલ - વાત્સલ્ય કેમીસ્ટ પ્રા. લી., ઘનશ્યામભાઈ કાલરીયા - એબીસી મેડીકલ સ્ટોર, જયેન્દ્રભાઈ શાહ - રાજેન્દ્ર એજન્સી, જયેશભાઈ કાલરીયા - એબીસી મેડીકલ, જીતેન્દ્ર પંચમીયા - શિવાય ડિસ્ટ્રીબ્યુટર્સ, કાર્તિકભાઈ પાબારી - ઓરેન્જ માર્કેટીંગ, કેશુભાઈ ભુત - અમૃત મેડીકલ એજન્સી, મહેશભાઈ વાઘેલા, મનીષભાઈ જોટાણીયા - યુવરાજ મેડીકલ, મુકેશભાઈ કોયાણી - મેક્ષોન ફાર્મા, નાથાભાઈ સોજીત્રા - વિકાસ ફાર્મસી, નિમેશભાઈ ભીમાણી - શિવમ ફાર્મસી, રમેશભાઈ કિયાડા - ગીરનાર મેડીકલ સ્ટોર, પારસભાઈ પારેખ  - બાલાજી મેડીકલ, સંજયભાઈ પરમાર - શુભ સર્જીકલ, સત્યેનભાઈ પટેલ - સર્વિસ સ્ટોર, તેજસભાઈ બકાઈ - કમલ મેડીકલ એજન્સી.

(9:32 pm IST)