Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

જનરલ બોર્ડની પ્રેક્ષક ગેલેરી વિવાદનાં પ્રકરણમાં મેયરને બરતરફ કરોઃ રાજકોટ મતદાર એકતા અભિયાનની માંગ

પોલીસ જવાનો-માર્શલને ઠપકો આપવાનું નાટક ચૂંટણીલક્ષી હોવાના આક્ષેપો કરતુ મતદાર એકતા મંચ

રાજકોટ તા. ૯ :.. મ્યુ. કોર્પોરેશનમાં ગઇ તા. પ નાં રોજ મળેલા જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા રાજકોટ મતદાર એકતાં મંચનાં હોદેદારો ત્થા કોંગ્રેસનાં આગેવાનોને બહાર કાઢવાનો આદેશ જનરલ બોર્ડનાં અધ્યક્ષ અને મેયર બીનાબેન આચાર્યએ આપ્યો હોવા છતાં ફરજ પરનાં માર્શલ અને પોલીસ જવાનોએ તેઓને બહાર નહી કાઢતાં આ બાબતે જબ્બરો વિવાદ સર્જાયો છે. ત્યારે હવે રાજકોટ મતદાર એકતા અભિયાનનાં હોદેદારોએ આ પ્રકરણમાં મેયરને બરતરફ કરવા માંગ ઉઠાવી છે.

આ અંગે મતદાર એકતા અભિયાનનાં હોદેદારો મગનભાઇ ડરાણીયા અને અશોક બુટાણીએ મ્યુ. કમિશ્નરને રજૂઆત કરીને જણાવ્યુ હતું કે ગઇ તા. પ નાં જનરલ બોર્ડમાં કોંગ્રેસનાં સસ્પેન્ડ થયેલા કોર્પોરેટર ઉપસ્થિત રહેતાં મેયરશ્રીએ તેઓને બહાર જવા કહયુ અને તેઓને કમિશ્નરશ્રીએ નિયમો સમજાવતાં ધર્મીષ્ઠાબા જાતે જ જનરલ બોર્ડમાંથી બહાર જતાં રહેલ. આથી માર્શલ કે પોલીસે ધર્મીષ્ઠાબાને બહાર કાઢવા પડે તેવો સવાલ જ  નહતો પરંતુ આમ છતાં મેયરપદની ગરિમા જાળવવામાં નિષ્ફળ ગયેલા મેયરશ્રીએ દોષનો ટોપલો નિર્દોષ સુરક્ષા કર્મચારીઓ ઉપર ઠાલવીતેઓ સામે શિક્ષાત્મક  પગલા લેવા કાર્યવાહી કરાવી તેવા આક્ષેપો સાથે મતદાર એકતા અભિયાનનાં હોદેદારોએ મેયરને તેઓનાં પદ ઉપરથી બરતરફ કરવા  માંગઉઠાવી છે.

ચૂંટણી લક્ષી નાટક

આ ઉપરાંત મતદાર એકતા મંચનાં અશોક પટેલે પણ એક નિવેદનમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે પ્રેક્ષક ગેલેરી ખાલી કરાવવાનાં પ્રકરણમાં મેયર સહિતનાં પદાધિકારીઓએ માર્શલ ત્થા પોલીસજવાનોને ઠપકો આપવાનું ચૂંટણી લક્ષી નાટક કર્યુ છે.

(8:37 am IST)