Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

અકિલાની જાજરમાન 'મીની' જાહેરાત કહેવાય 'મીની' પણ કામ પાર પાડે લાજવાબ મોટા

એસ્ટેટ બ્રોકરો પ્રોપર્ટીના કરોડોના સોદા પાર પાડવા અકિલામાં શનિવારની 'મીની' જાહેરાત આપવા કાગડોળે રાહ જોતા હોય છે : નાનાકુશળ કારીગરો અકિલાની મીની જાહેરાતના માધ્યથી અઠવાડીયાની રોજગારી સરળતાથી મેળવી શકે છે : માત્ર ૪૦-પ૦ રૂપિયાના નજીવા દરે જાહેરાત આપી અસંખ્ય લોકો ઘરની નાની મોટી વસ્તુઓ વહેચી ટેન્શન મુકત બને છે!! : અકિલાની જાજરમાન 'મીની' જાહેરાતની પૂર્તિમાં 'મીની વચ્ચે' બોકસની જાહેરાતે પણ મેદાન માર્યુ છે : ઓફિસ બોયથી લઇ સેલ્સમેન સેલ્સગર્લ ટેકનીશ્યન માટે રોજગારીની સીડી બની છે અકિલાની 'મીની' જાહેરાત ! : પ્રોપર્ટી લેખ-વેચવા કે ભાડે આપવાના કરોડના સોદા ''મીની''ના માધ્યમથી પાર પડે છે !! : એસ્ટેટ બ્રોકરો માટે અકિલાની જાજરમાન 'મીની'જાહેરાત બની રોજગારી સર્જક

રાજકોટ : આજથી ૮૦ વર્ષ પહેલા (પાંચ દાયકા પહેલા) જય સૌરાષ્ટ્ર પ્રિન્ટીંગ પ્રેસના નામથી નાના પાયા પર પ્રિન્ટીંગ પ્રેસ ચલાવતા મુરબ્બી શ્રી ગુણવંતરાય લાલજીભાઇ ગણાત્રા (બાબુભાઇ)એ અથાગ મહેનત કરી જય સૌરાષ્ટ્ર પ્રિન્ટીંગ પ્રેસનું નામ પ્રિન્ટીંગ વ્યવસાયની દુનિયામાં આગળ પડતું કર્યું હતું. સમય જતા મુરબ્બીશ્રી ગુણવંતભાઇ ગણાત્રાના સુપુત્રો શ્રીમાન કિરીટભાઇ, શ્રી અજીતભાઇ તથા શ્રી રાજુભાઇ મોટા થતા પ્રિન્ટીંગ પ્રેસમાં પિતાશ્રીના વ્યવસાયમાં સાથ આપવા લાગ્યા. ત્રણેય સુપુત્રોના સહકારથી મુરબ્બીશ્રી ગુણવંતભાઇને પ્રિન્ટીંગ પ્રેસના વ્યવસાય સાથે કંઇક નવિન પત્રકારિત્વની દુનિયામાં પદાર્પણ કરવાનો વિચાર આવ્યો અને આજથી ૪૧ વર્ષ પૂર્વે અકિલા સાંધ્ય દેૈનિકનો પ્રારંભ કર્યો. તે જ સમયે સૌથી મોટા પુત્ર સુરેશભાઇએ અલગથી 'જલારામ જયોત'નો પ્રારંભ કરેલ.

મુરબ્બી શ્રી ગુણવંતભાઇ સાથે તેમના સુપુત્રોએ અકિલા સાંધ્ય દૈનિકના પ્રારંભ પછી સતત અથાગ મહેનત કરીને અકિલાને આજે માત્ર રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત જ નહિ પરંતુ અકિલાના મુરબ્બી શ્રીમાન કિરીટભાઇના સુપુત્ર નિમીષભાઇ ગણાત્રાએ લગભગ ૨૦ વર્ષ પહેલા ઇન્ટરનેટના માધ્યમથી અકિલાને દેશ-વિદેશમાં પણ લોકોનું માનિતુ અખબાર બનાવી દીધું છે. આજે મૂળ સૌરાષ્ટ્ર-ગુજરાતના વિદેશમાં રહેતા લાખો લોકો અકિલાની વેબસાઇટ પર નિયમિત અકિલા વાંચે છે.

આતો આપણે વાત કરી અકિલા દૈનિક અને તેમના સમાચારોની વિશ્વસનિયતાથી અકિલાએ ભરેલી ઉંચી ઉડાનની હવે વાત કરવાની છે અકિલાની ''જાજરમાન'' મીની જાહેરાત પૂર્તિની. અકિલામાં દર શનિવારે મીની જાહેરાત પ્રસિદ્ધ થાય છે.

સમય જતાં અકિલાના મોભી શ્રીમાન કિરીટભાઇ, શ્રીમાન અજીતભાઇ અને શ્રી રાજુભાઇે નાના લોકોની મુશ્કેલી દૂર કરવાનો વિચાર સ્ફુર્યો કારણ કે અનેક લોકોને પ્રોપર્ટી-મકાન-ફલેટ, દુકાન લેવા-વેચવા ભાડે દેવા માટે સેલ્સમેન, ઓફિસબોય, કારીગરની જરૂરીયાત માટે મુશ્કેલી પડતી તેમજ દિવાળી જેવા તહેવારે લોકોને ઘરમાં નવી વસ્તુ જેવી કે ટીવી-ફ્રિઝ, વોશીંગ મશીન ખરીદવું હોય પરંતુ જુની વસ્તુ વેચવા માટે મુશ્કેલી પડતી હોય અનેક લોકોની આવી સમસ્યા દૂર કરવા માટે અકિલામાં માત્ર રૂ. ૧માં ૧ લાઇનના સાવ નજીવા દરે મીની જાહેરાતની પૂર્તિ ચાલુ કરી. ધીરે ધીરે સમય જતા અકિલાની પૂર્તિમાં લોકો જાહેરાત આપે એટલે ગણત્રીના દિવસોમાં જ તેનું પરિણામ મળી જતું આમ સમય જતા અકિલાની જાજરમાન પૂર્તિનું વાચકોમાં આકર્ષણ વધતા બે પાનાથી લઇ આજે ૮ થી ૧૦ પાના સુધી સરેરાશ ૯૦૦થી ૧૩૦૦ની સંખ્યામાં મીની જાહેરાત પ્રસિદ્ધ થઇ રહી છે.

એસ્ટેટ બ્રોકરો માટે મીની જાહેરાત બની 'રોજગારી સર્જક'

અકિલાની મીની જાહેરાતના માધ્યમથી અનેક એસ્ટેટ બ્રોકરોને તેના બિઝનેશના વિકાસની નવી તક મળી દર શનિવારે અકિલાની જાજરમાન પૂર્તિમાં પ્રસિદ્ધ થતી મીની જાહેરાતમાં એસ્ટેટ બ્રોકરો નજીવા દરેે મીની જાહેરાત પ્રસિદ્ધ કરાવી રૂ. ૨૫-૫૦ લાખથી લઇને કરોડો રૂપિયાની કિંમતના જમીન-મકાન-ફલેટ-ખેતીની જમીન-વર્ષોથી ઓૈદ્યોગિક જમીનના સોદા પાર પાડી વર્ષોથી નિયમિત રોજગારી મેળવી રહ્યા છે.

ઓફિસ બોયથી લઇ સેલ્સમેન, ટેકનિશ્યન 'મીની'ના માધ્યમથી મળી જાય છે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વેપારી વર્ગ- ઓફિસ-દુકાન-શોરૂમ-ફેકટરી માલિકો કોઇપણ વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને પોતાને ત્યાં ઓફિસ-બોય, સેલ્સમેન, સેલ્સગર્લ કે પછી ટેકનીશ્યન કારીગરની જરૂરીયાત હોય અને માત્ર ૪૦ થી ૫૦ રૂપિયામાં અકિલામાં મીની જાહેરાત પ્રસિદ્ધ થાય એટલે બેથી ૩ દિવસમાં જ જાહેરાત આપનારનો પ્રશ્ન ઉકેલાય જાય છે. મતબલ  કે પોતાની પસંદગીના માણસો મળી જાય છે.

નાના કુશળ કારીગરો શનિવારે મીની જાહેરાત થકી આઠ દિની રોજગારી સરળતાથી મેળવી શકે છે

નાના કુશળ કારીગરો જેવા કે ઇલેકટ્રીશ્યન, પલ્મ્બર, કલરકામ, પાલીસ કામ, લાદી ચોડવાના કામ, પીઓપી, ફેબ્રીકેશનને લગતા છુટક કામકાજ કરતા નાના કુશળ કારીગરો દર શનિવારે અકિલામાં રૂ. ૪૦ થી ૫૦ના નજીવા દરે મીની જાહેરાત પ્રસિદ્ધ કરાવી આખું અઠવાડિયુ અથવા તો મહિના સુધીની રોજગારી સરળતાથી મેળવી શકે છે. આમ નાના કુશળ કારીગરોને કામ ગોતવા માટે કર્યાય જવું પડતું નથી અને જાહેરાતના માધ્યમથી ઝડપથી કામ મેળવી લે છે.

મકાન-દુકાન-ફલેટ-ઓફિસ લે-વેચ અથવા ભાડે આપવા અસંખ્ય લોકો ''મીની''ના માધ્યમથી ડાયરેકટ ડીલીંગ કરે છે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક લોકો પોતાના મકાન-દુકાન-ફલેટ-ઓફિસ-ખેતીની જમીન - પ્લોટ લેવા વેચવા કે ભાડે આપવા માટે અકિલા દૈનિકમાં નજીવા દરે શનિવારે મીની જાહેરાત ''મોબાઇલ નંબર'' સાથે પ્રસિદ્ધ કરાવી સામાવાળી વ્યકિત સાથે ડાયરેકટ ડીલીંગ કરી પોતાની જરૂરીયાત મુજબના સોદા સરળતાથી કરી શકે છે.

અનેક લોકો ''મીની'' જાહેરાત થકી ઘરની વધારાની જુની વસ્તુઓ વહેંચીને ટેન્શન મુકત બને છે

અનેક લોકો વાર તહેવાર પ્રસંગે ઘેર નવી વસ્તુઓ જેવી કે ટીવી, ફ્રીઝ વોશીંગ મશીન, સોફા, ડાઇનીંગ ટેબલ ખરીદતા હોય છે. જયારે નવી વસ્તુ ખરીદયા પછી જુની વસ્તુઓ વહેચવા માટે અનેક લોકો શનિવારે અકિલામાં મીની જાહેરાત પ્રસિદ્ધ કરાવી બહુ જ ટુંકા ગાળામાં જુની વસ્તુ વહેંચીને ઝડપથી ટેન્શન મુકત બને છે.

ટુંકમાં કહીએ તો અકિલાની મીની જાહેરાતની જાજરમાન પૂર્તિમાં પ્રસિદ્ધ થતી અનેક પ્રકારની જાહેરાતથી અનેક લોકો પોતાની જરૂરીયાત મુજબના ટાર્ગેટ સાવ નજીવા દરે સરળતાથી હાંસલ કરી શકે છે. પછી તે પ્રોપર્ટી વહેંચવી હોય, ભાડે આપવી હોય, પટ્ટાવાળાથી લઇ સેલ્સમેન કે ટેકનીશ્યન ની જરૂરીયાત હોય કોઇ કારીગરને કામ મેળવવું હોય દરેક નાની મોટી વ્યકિતઓ માટે અકિલાની મીની જાહેરાત આશિર્વાદરૂપ સાબીત થયેલ છે

અકિલા સાથે વર્ષોથી રાજકોટ સૌરાષ્ટ્રના એડ એજન્સી સંચાલકો અખબાર વિતરકોનો બહોળો પરિવાર જોડાયો છે

રાજકોટઃ રાજકોટમાં સવારે ચા અને સાંજે અકિલાનું સૂત્ર આપી ઘેર ઘેર સાંજે અકિલા વાંચવા ટેવાયેલા લોકોને દરરોજ નિયમિત ઘેર -દુકાન-ઓફિસ કે ફેકટરીએ અકિલા દૈનિક પહોંચાડનાર અખબાર વિતરકોનો પણ વિશાળ સમુદાય અકિલા સાથે જોડાયેલ છે.

રાજકોટ શહેર જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાથી તાલુકા મથકે સરેરાશ ૫૦૦થી વધુ અખબાર વિતરકો ગમે તેવી મુશ્કેલીમાં પણ અકિલાના તેમના ગ્રાહકોને વર્ષોથી  નિયમિત સમયસર અખબાર પહોંચાડી રહ્યાં છે જે અકિલા માટે ગૌરવરૂપ બાબત છે.

આવી જ રીતે રાજકોટ શહેરમાં નાના મોટા ૨૦૦થી વધુ અને સૌરાષ્ટ્રના જિલ્લા તથા તાલુકા મથકે ૩૦૦થી વધુ આમ કુલ પ૦૦થી વધુ એડ એજન્સી સંચાલકો વર્ષોથી અકિલા સાથે જોડાઇને નિયમીત પોતાના ગ્રાહકોની જાહેરાત સમયસર પહોંચાડવાનું તેમજ અકિલાને સૌથી વધુમાં વધુ જાહેરાતો મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે જે અકિલા દૈનિકનું જમા પાસું છે.

આમ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એડ એજન્સી સંચાલક તેમજ અખબાર વિતરકોનો ૧૦૦૦થી વધુ લોકોનો સહયોગ અકિલાને મળી રહયો છે અને તમામ લોકો અકિલાના માધ્યમથી સીધી કે આડકતરી રીતે રોજગારી મેળવી રહ્યા છે. આ તમામ લોકો અકિલાને પોતાનું જ અખબાર ગણીને વર્ષોથી અકિલા સાથે જોડાયેલા છે. તેમા ઘણાં એડ એજન્સી સંચાલકો અને અખબાર વિતરકોની આજે બીજી અથવા ત્રીજી પેઢીના લોકો અકિલા સાથે આત્મીયતા સાથે કામગીરી કરી રહ્યા છે જે અકિલા માટે ગૌરવરૂપ બાબત ગણાય.

સંકલન

કિશોર એન. કારિયા

મો. ૯૮રપ૮ ૩૦૪૯૯

(3:45 pm IST)