Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

સમસ્ત ચારણ (ગઢવી) સમાજના પ્રથમ મહિલા ડીવાયએસપી રૂતુબેન રાબાનું ગુરૂવારે સન્માન

સરકારી ભરતી- સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફ્રી સેમિનાર

રાજકોટ, તા.૧૦: હાલમાં જાહેર થયેલ જી.પી.એસ.સી. પરિણામમાં ચારણ (ગઢવી) સમાજના કુ.રૂતુબેન અમરસિંહભા રાબા ડીવાય.એસ.પી.માં પાસ થઈ સમાજના પ્રથમ મહિલા ડીવાય.એસ.પી. બની સમાજનું ગૌરવ વધારેલ હોય સમસ્ત ચારણ સમાજ રાજકોટ દ્વારા આગામી તા.૧૨ને ગુરૂવારના રોજ બપોરે ૨:૩૦ કલાકે પુ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રૈયા રોડ, રાજકોટ ખાતે સમસ્ત રાજકોટ ચારણ (ગઢવી) સમાજ દ્વારા રૂતુબેન અમરસિંહભાઈ રાબાનું રાજકોટ ખાતેના ચારણ (ગઢવી) સમાજના વિધવિધ મંડળો તથા ટ્રસ્ટો દ્વારા એક ભવ્યા સન્માન સમારોહ પ.પુ.આઈ શ્રી કંકુકેશરમાં (ભાણોલ- રાજસ્થાન)ના પાવન સાનિધ્યમાં યોજવામાં આવનાર છે.

સાથો સાથ આઈ શ્રી સોનલમાં કેરીયર ડેવલોપમેન્ટ એકેડમી રાજકોટ દ્વારા ચારણ (ગઢવી) સમાજના યુવાનો / યુવતીઓ માટે આવનાર સરકારી ભરતીની પરિક્ષાની તૈયારી કરવા તેમજ સ્પર્ધામ્તક પરિક્ષા તથા વધુ અભ્યાસ અર્થે વિદેશ જવા અંગેના ફ્રી સેમીનાર રાખવામાં આવેલ છે. આ સેમીનારના વકતા દિલીપભાઈ ગઢવી (આઈએએસ) (મેનેજીંગ ડીરેકટર ગુજરાત રાજય શેડયુલ કાસ્ટ ડેવલોપમેન્ટ કોર્પો- ગાંધીનગર) દ્વારા સમાજના યુવાનોને વધુ અભ્યાસ અર્થે વિદેશ જવા અંગેની મળતી સરકારી સહાય અંગે માહીતી આપશે તથા મનિષભાઈ ગઢવી (બંધારણ અને કાયદાના નિષ્ણાંત), સત્યેનભાઈ ગઢવી (આઈ.ટી.ઓફિસર- અમદાવાદ), શૈલેષભાઈ લાંબા (જામનગર- સ્પર્ધાત્મક પરિક્ષા તૈયારી અંગેની માહીતી), જીતેનભાઈ ઉધાસ (સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી અંગેની માહિતી), જગતદાન રત્નું (સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારીમાં ઈતિહાસ અંગેની માહીતી) તેમજ આવનાર સરકારી ભરતીની પરિક્ષાની તૈયારી કરવા તેમજ સ્પર્ધાત્મક પરિક્ષા તથા વધુ અભ્યાસ અર્થે વિદેશ જવા અંગેની માહિતી પાઠવશે.

આ કાર્યને સફળ બનાવવા સર્વેશ્રી આણંદભા પાલિયા, નિર્મળદાન ખળેલ, કનુભા વિકલ, હરિશભા આલગા, રાજેશભા બાવડા, અમિતભા પાલિયા, મુન્નાભાઈ અમોતીયા, રાજવિરભા ગોખરૂ, શાંતિભા ગઢવી, ભગવતભા સોયા, ભરતભાઈ પાલિયા જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:07 pm IST)