Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાંં ૩ વર્ષથી ફરાર કાનજી કોળી પકડાયો

બી ડીવીઝન પોલીસે કોળી શખ્સને સંતકબીર રોડ પરથી દબોચ્યો

રાજકોટ તા. ૧૦ : સંતકબીર રોડ વિસ્તારમાંથી ત્રણ વર્ષ પહેલા સગીરાનું અપહરણ કરવાના ગુનામાં ફરાર કોળી શખ્સને બી ડીવીઝન પોલીસે પકડી લીધો છ.ે

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતની સુચનાથી તથા એસીપીના માર્ગદર્શન હેઠળ ગુમ તથા અપહરણના કેસો શોધી કાઢવા માટે એકટીમ બનાવવામાં આવી હતી જેમાં બી ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ.એમ. એમ.ઝાલા, હેડ કોન્સ. જયુભા પરમાર, મનીષભાઇ ચાવડાએ ગુમ તથા અપહરણના કેસોની માહીતી મેળવી તપાસ શરૂ કરી હતી દરમ્યાન ૩ વર્ષ પહેલા સંતકબીર રોડ વિસ્તારની સગીરાનું અપહરણ કરનાર શખ્સ સામાકાંઠા વિસ્તારમાં હોવાની બાતમી પી.એસ.આઇ.ઝાલા, જયુભાઇ અને મનીષભાઇને મળતા કાનજી ઉર્ફે કાનો રમેશભાઇ માન્સુરીયા (કોળી) (ઉ.ર૩) (રહે.  આંબાવાડી સોસાયટી શેરી નં.ર સંતકબીર રોડ)ને પકડી લીધો હતો.

પોલીસે કોળી શખ્સ વિરૂધ્ધ બળાત્કાર અને પોસ્કો સહિતની કલમનો ઉમેો કરી કાર્યવાહી કરી છે.

(3:56 pm IST)