Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

દારૂના દરોડામાં ધીરેન, હરદેવસિંહ ૧૫ બોટલ સાથે પકડાયાઃ ધવલનું નામ ખુલ્યું

ગવરીદળમાં ધવલ રાણપરીયા ૧ બોટલ સાથે પકડાયોઃ સંજયનું નામ ખુલ્યું

રાજકોટ તા. ૧૦: દારૂના ત્રણ દરોડામાં ત્રણ શખ્સને પકડી લેવાયા હતાં. બે શખ્સના નામ ખુલ્યા હતાં. ચુનારાવાડ-૫માં રહેતાં યુવાનના ઘરમાં થોરાળા પોલીસે દરોડો પાડી ૭ બોટલ દારૂ કબ્જે કરી એકની ધરપકડ કરી હતી. બીજાનું નામ ખુલ્યું હતું.

થોરાળા પી.એસ.આઇ. આર. એમ. કોટવાલ, હેડકોન્સ. ફિરોઝભાઇ, જાહીરભાઇ, કોન્સ. વિજય મેતા સહિતે ચુનારાવાડ-૫માં રહેતાં ધવલ ધીરેનભાઇ પૂજારાના ઘરમાં દરોડો પાડી તેના ભાઇ જય ઉર્ફ જયલો ધીરેનભાઇ પુજારા (ઉ.૨૦)ને રૂ. ૨૪૫૦ના ૭ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. ધવલ હાજર મળ્યો ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

ગવરીદળ ગામના પાણીના ટાંકા નજીકથી જીજે૩જેએસ-૮૫ નંબરના એકટીવામાં દારૂની એક બોટલ લઇને નીકળેલા ગણેશ પાર્ક-૨ના ધવલ રમેશભાઇ રાણપરીયા (ઉ.૨૬-રહે. ગણેશ પાર્ક-૨)ને કુવાડવાના હેડકોન્સ. સલિમભાઇ, કોન્સ. મનિષભાઇ સહિતે પકડી લઇ કુલ રૂ. ૩૦૩૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તે આ દારૂ સંજય મોહન સરવૈયા પાસેથી લાવ્યાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

ઉપરાંત ડીસીબીના અમૃતભાઇ મકવાણા, પુષ્પરાજસિંહ પરમાર સહિતે ગાંધીગ્રામ અક્ષરનગર મેઇન રોડ પર આશાપુરા કૃપામાં રહેતાં હરદેવસિંહ પ્રવિણસિંહ જાડેજાની રૂ. ૩૦૦૦ના ૮ બોટલ દારૂ સાથે ધરપકડ કરી હતી.

દેશી સાથે સંગીતા પકડાઇ

જ્યારે ગોંડલ રોડ દિનદયાળનગર ત્રણ માળીયા બ્લોક નં. ૩૦ પાસેથી સંગીતા મુકેશ વાઘેલાને રૂ. ૧૦૦ના દેશી દારૂ સાથે કોન્સ. જયદિપસિંહે પકડી લીધી હતી.

(3:54 pm IST)