Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

છોટુનગર - રામાપીર ચોકડી - ઢેબર રોડ - કોઠારીયા રોડ ઉપર દબાણ હટાવ શાખા ત્રાટકીઃ ૪૩ રેકડી - કેબીનના દબાણ હટાવાયા

૩૯૨ કિલો શાકભાજી - ફળો - ઘાસચારો - લીલુ જપ્‍તઃ ૮૫ હજારનો દંડ

રાજકોટ તા. ૧૦ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૪૩ રેંકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો, ૩૯૨ ધાસચારો-લીલું-ફૂલ વગેરે જપ્ત કરી ૮૫ હજારનો વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા રસ્‍તા પર નડતર ૩૭ રેંકડી-કેબીનો છોટુનગર, વિશ્વેશ્વર માર્કેટ, ૮૦ ફૂટ રોડ, પુષ્‍કરધામ હો. ઝોન, મવડી, જયુબેલી, ચંદ્રેશનગર, કોઠારીયા રોડ, ઢેબર રોડ, રામાપીર ચોકડી વિગેરે જગ્‍યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૦૬ અન્‍ય પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવી હતી જે રેસકોર્ષ, કોઠારીયા રોડ, મોટી ટાંકી ચોક વિગેરે જગ્‍યા પરથી જપ્ત કરવામાં આવી હતી, ૩૫૨ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી માર્કેટ, રામાપીર ચોકડી અને જંકશન પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતા, પારેવડી ચોકથી ૪૦ કી.ગ્રા. ધાસચારો- લીલું અને ફૂલ જપ્ત કરવામાં આવેલ હતા, તેમજ રૂા. ૮૪,૪૩૦ વહીવટી ચાર્જ કોઠારીયા રોડ, ગોંડલ રોડ, કૃષ્‍ણનગર, કીડવાઈનગર, ભાવનગર રોડ ,યાજ્ઞિક રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, જામનગર રોડ, ઢેબર રોડ, રેલનગર, નાનામવા, યુનિ. રોડ, મવડી રોડ, ગ્રીન લેન્‍ડ ચોકડી, મોરબી રોડ અને કાલાવડ રોડ વિગેરે જગ્‍યા પરથી વસુલ કરવામાં આવ્‍યો હતો. શહેરના અલગ અલગ ૦૪ હોકર્સ ઝોન હુડકો, આજીડેમ, પુષ્‍કરધામ અને જયુબેલી હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. તેમ અંતમાં જણાવાયું છે.

(3:41 pm IST)